અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ ખાતે વરસાદે પોતાની તોફાની બેટિંગ શરૂ કરી છે અમુક વિસ્તારને બાદ કરતાં અમદાવાદના નવા વાડજ ખાતે આવેલ અખબાર નગર સર્કલ અંડર બ્રિજ પાસેના વિસ્તારમાં વરસાદની તોફાની બેટિંગ શરૂ થતાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
ધોધમાર વરસાદના લીધે આસપાસની સોસાયટીમાં પાણી ભરાવા લાગ્યા છે તો નાના ભૂલકાઓ વરસાદમાં ભીંજાવાની અને પાણીમાં રમત કરવાનો આનંદ ઉઠાવી રહ્યાનું જોવા મળી રહ્યું છે.
ઘણા દિવસો પછી ફરી વરસાદની તોફાની બેટિંગ શરૂ થતાં ગરમીના બફારા વચ્ચે લોકોને ઠંડક નો અહેસાસ મળશે..