ભાવનગર કારડીયા રાજપુત યુવા સંઘને સમાજ રત્ન એવોર્ડ અર્પણ કરાયો રીમાબા ઝાલા એ કહ્યું કે પુત્રવધુ બનીને પણ દીકરીઓ શિક્ષણ પ્રાપ્ત કરી શકે છે તમારા મનને મક્કમ રાખીને પરિશ્રમ શરૂ રાખો સફળતા તમારી સામે દોડતી આવશે તેવું હિતેન્દ્રસિંહ પઢેરિયાએ જણાવ્યું હતું
શ્રી ક્ષત્રિય કારડીયા રાજપુત સમાજ પાલીતાણા દ્વારા વિદ્યાર્થી સન્માન સમારંભનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આયોજનમાં દર વર્ષની પરંપરા પ્રમાણે સમાજ રત્ન એવોર્ડ આપવામાં આવ્યો હતો. ભાવનગરમાં વર્ષોથી સમાજનું શિસ્તબદ્ધ અને પદ્ધતિસર કામ કરનાર ક્ષત્રિય કારડીયા રાજપુત યુવા સંઘને સમાજ રત્ન એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો
મોખડકા પ્રાથમિક શાળા દ્વારા સુંદર મજાની રાસ ગરબાની કૃતિ રજૂ કરવામાં આવી હતી. નવનિયુક્ત કર્મચારીના સન્માન તેમજ વિદ્યાર્થી સન્માન સમારોહમાં કાર્યક્રમના અધ્યક્ષ તરીકે નારણભાઈ મોરી ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત નાણાપંચના સભ્ય અભયસિંહ ચૌહાણ, ભાવનગર ડિ.વાય.એસપી. રીમાબા ઝાલા, ભાવનગર જિલ્લા શિક્ષણાધિકારી હિતેન્દ્રસિંહ પઢેરીયા, અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા
પાલીતાણાના ડિ.વાય.એસપી મિહીર બારીયા સાહેબની પણ પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. આ કાર્યક્રમમાં પાલીતાણાના મામલતદાર અર્જુનસિંહ ડોડીયા, દશરથસિંહ લીંબડ, ફોટોગ્રાફર અમુલ પરમાર,નરેશભાઈ સોલંકી,ડૉ. ઈશ્વર ચાવડા અને ડૉ. રાજકુમાર ચૌહાણ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા
સમાજના આ કાર્યક્રમમાં ભાવનગર જિલ્લાના આગેવાનો, વડીલો ,યુવાનો તેમજ વિદ્યાર્થી ભાઈઓ બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમને સફળ બનાવવા ક્ષત્રિય કારડીયા રાજપુત સમાજ પાલીતાણાની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.
રિપોર્ટર વિજય જાદવ પાલીતાણા