રાજુભાઈ રાઠોડ નામના વ્યક્તિ સોનગઢ મેલડી માતાના મંદિરે દર્શન કરવા આવ્યા હતા ત્યારે બસ સ્ટેન્ડમાં એમની બાજુમાં અજાણ્યો વ્યક્તિ આવીને ઢળી પડ્યો અને ત્યારબાદ રાજુભાઈ સારવાર માટે તે શખ્સને રિક્ષામાં ભાવનગર સિવિલમાં લઈ આવ્યા હતા .
આ ઘટનાની જાણ થતા પોલીસે પોતાની તપાસ શરૂ કરી હતી જેમાં રાજુભાઈ રાઠોડ દ્વારા કહેવામાં આવેલી બધી જ વસ્તુઓ ખોટી નીકળતા પોલીસે ઉંડી તપાસ કરી હતી અને સમગ્ર ઘટના અલગ હતી.
સમગ્ર ઘટના ની હકીકતમાં 13/08 ના પાલીતાણાના ચેન્નાઈ ભુવન ખાતે વેઇટર તરીકે કામ કરતા પરપ્રાંતિય શ્રમિક અવિનાશને અન્ય છ લોકો દ્વારા માર મારવામાં આવ્યો હતો .
ત્યારબાદ અવિનાશને ભાવનગર ની સિવિલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો . જ્યાં થોડા દિવસ ની સારવાર બાદ અવિનાશ નું મોત નીપજ્યું હતુ અને મારામારીનો કેસ મર્ડરમાં પરિવર્તિત થયો હતો .
પાલીતાણા પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરી 6એ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી હતી અને કોર્ટ દ્વારા આરોપીઓના રિમાન્ડ મંજૂર કરી આપવામાં આવ્યા છે .
રિપોર્ટર વિજય જાદવ પાલીતાણા