ભાવનગર ના પાલીતાણા માં આવેલ એ ગ્રેડ ધરાવતી હોસ્પિટલ પાલીતાણા સીતાબા પ્રસુતિ ગૃહની હાલત કફોડી બની ગઈ છે અહીં પરિસર ગંદકી અને કચરા નું ઘર બન્યું છે
અહીં મુકવામાં આવેલ પીવા ના પાણી નો ફિલ્ટર પ્લાન્ટ માં પણ ગંદુ પાણી આવતા લોકો ની હાલત દયનિય બની છે જેને કારણે લોકો ને હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે
સ્થાનિક નેતાઓ થી લઈ અનેકવાર રજુઆત કરવા છતાં પણ સીતા બા પ્રસુતિ ગૃહ માં લોકો ની સમસ્યા કોઈ સંભળાતું નથી તાકીદે આ સમસ્યા નું નિવારણ કરવાં આવે તેવી લોક માંગ ઉઠી છે
તીર્થ નગરી પાલીતાણામાં આવેલ સીતાબા પ્રસુતિ ગ્રહ કે જે પાલીતાણા ના મહારાજા માનસીજી દ્વારા પ્રજાની સુખાકારી માટે આપવામાં આવ્યું હતું પરંતુ હાલ આ સીતાબા પ્રસુતિ ગૃહની હાલત દૈન્ય બની જતા પ્રસુતિ માટે આવેલા દર્દીના સગાઓ અને ખુદ પ્રસ્તુત પીડા વાળા માતાઓને ક્યાંક ને ક્યાંક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે
પરિસરમાં છેલ્લા કેટલાય સમયથી ગંદકી અને કચરાના સામ્રાજ્યથી દર્દીના સગાઓ પરેશાન થઈ ચૂક્યા છે તો સાથે ત્યાં રહેલ પાણી માટેનો ફિલ્ટર પ્લાન પણ શોભાના ગાંઠિયા સમાન જોવા મળી રહ્યો છે અહીં આવતા દર્દીઓના સગાઓ દ્વારા સત્તાધિશોને અનેક વખત રજૂઆત કરવા છતાં પણ આ સમસ્યાનું નિવારણ નહીં થતાં અહીં આવતા દર્દીઓ અને દર્દીઓના સગા માંદગીના બીછા ને જોવા મળી રહ્યા છે
ત્યારે આ મામલે શહેરના વિપક્ષ નેતાએ પણ લેખિત અને મૌખિક અનેક વખત રજૂઆત કરવા છતાં પણ આ સમસ્યાનું નિવારણ નહી આવતા હવે વિપક્ષ આંદોલનના માર્ગે જશે તેવું જણાવી રહ્યા છે
આમ તો સીતા બા પ્રસુતિ ગ્રહ કે જે પાલીતાણાના મહારાજાએ આપેલી અમૂલ્ય ભેટ છે પરંતુ આ અમૂલ્ય વારસાને સરકારી તંત્ર ના સત્તા ધીશો સાચવી શક્યા નથી હાલ સીતા બા પ્રસુતિ ગૃહ ગંદકી અને કચરાનું સામ્રાજ્ય બની ગયું છે
એ જ મામલે સીતાબા પ્રસુતિ ગૃહ ના અધિક્ષકને આ મામલે સવાલ પૂછતા તેઓએ જણાવેલ કે સીતાબા પ્રસુતિ ગ્રહ માટે પી.આઈ.યુ વિભાગને આનુકામ સોંપી દેવામાં આવ્યું છે દર્દીઓના સગા માટેના વિસામાનું કામ પણ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે સાથે
ત્યાં રહેલ ગંદકી કચરો જે છે તેને પણ તાત્કાલિકના ધોરણે અહીંથી ઉપાડવાની સૂચનાઓ આપી દેવામાં આવી છે તેમ કહી અધિક્ષકે પોતાની જવાબદારીમાંથી છૂટવાના પ્રયત્નો કર્યા હતા પરંતુ અહીંયા સવાલ એ થાય છે કે પાલીતાણા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના 98 ગામના લોકો ને આ સમસ્યા થી ક્યારે છુટકારો મળશે તે એક મોટો પ્રશ્ન છે
રિપોર્ટર વિજય જાદવ પાલીતાણા