શિક્ષક દિનના અવસરે પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન દ્વારા સંચાલિત બાલ મંદિર અને કિડ્સ હટના શિક્ષકો દ્વારા ભાવનગર મંડળમાં તા. 05.09.2025 શુક્રવાર ના રોજ એક રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ અવસરે સંગઠનની અધ્યક્ષ શ્રીમતી શાલિની વર્મા, ઉપાધ્યક્ષ શ્રીમતી મોનિકા શર્મા સહિત અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન શિક્ષકોએ વિવિધ સાંસ્કૃતિક રજૂઆતો કરી હતી, જેને સૌએ ખૂબ સરાહ્યા હતા.
મહિલા કલ્યાણ સંગઠનની અધ્યક્ષ શ્રીમતી શાલિની વર્માએ શિક્ષકોને સંબોધતા સમાજ નિર્માણમાં તેમની ભૂમિકાને મહત્વપૂર્ણ ગણાવી હતી. તેમણે કહ્યું કે શિક્ષકજ બાળકોના ઉજ્જવળ ભવિષ્યની પાયાની રચના કરે છે અને તેમને યોગ્ય દિશા પ્રદાન કરે છે. આ અવસરે શિક્ષકોને ભેટ આપીને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા.