સૌરાષ્ટ્રના કાશ્મીર સમાન અને ભગવાન સ્વામિનારાયણના દ્વિતીય આધ્યાત્મિક અનુગામી બ્રહ્મસ્વરૂપ ભગતજી મહારાજની પવિત્ર પ્રાગટ્ય ભૂમિ એવા મહુવા નગર ના આંગણે બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના આશીર્વાદથી તથા પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજ ની પ્રેરણાથી મહુવા શહેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારના આપણા બાળકો, કિશોરો અને યુવાનોને ગુણવત્તા યુક્ત ઉચ્ચ શિક્ષણ , કલા–સંસ્કૃતિ, તથા સંસ્કારોથી અલંકૃત એવું આદર્શ જીવન બનાવી શકે તેવા ઉમદા હેતુથી,
બી.એ.પી.એસ. સ્વામિનારાયણ વિધામંદિર નું નિર્માણ થવા જઈ રહ્યું છે.
આ નવનિર્મિત સંકુલના નિર્માણારંભમાં પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના કરકમળો દ્વારા પ્રસાદીભૂત થયેલી ઈષ્ટિકાઓ વડે સંસ્થાના વરિષ્ઠ સંત પૂજ્ય અક્ષરચરણ સ્વામી (વરિષ્ઠ પ્રાધ્યાપક સંત, સારંગપુર), ભાવનગરના કોઠારી સ્વામી તથા અન્ય સંતો મહંતોની પ્રેરક ઉપસ્થિતિ સાથે મહુવા શહેર ના નગર શ્રેષ્ઠીઓ ઉદ્યોગપતિઓ તથા હરિભક્તોનીની ઉપસ્થિતિમાં ભવ્ય ખાતવિધિ મહોત્સવ મહાપુજા વિધિ વેદોક્ત રીતે સંપન્ન કરવા માં આવેલ.
સમગ્ર કાર્યક્રમના અંતે સારંગપુરથી પધારેલ વરિષ્ઠ સંત પૂજ્ય અક્ષરચરણ સ્વામીએ આશીર્વાદ આપતા જણાવ્યું કે.. પ્રમુખસ્વામી મહારાજ જણાવતા કે ચારિત્ર વગરનું શિક્ષણ ભક્ષણ છે જ્યારે સંસ્કાર યુક્ત શિક્ષણ આદર્શ જીવનનું લક્ષણ છે., જો તમે તમારી આવનારી પેઢીને સંસ્કાર નહીં આપો તો સંપત્તિ અને સંતતિ બંને ખોવાનો વારો આવશે
માટે ભાવિ પેઢીના સંસ્કાર જાળવવા માટેનું એક આદર્શ સ્થાન એટલે બીએપીએસ સ્વામિનારાયણ વિદ્યામંદિર ભવિષ્યમાં તૈયાર થનાર છે. જેમાં લગભગ 2000 કરતાં વધારે વિદ્યાર્થીઓ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ કે જેમાં ચારિત્ર્ય યુક્ત સંસ્કાર અને શિક્ષણ નો લાભ પ્રાપ્ત કરી શકશે તો , તેનો સર્વે મહત્તમ લાભ લેવો તેવો આગ્રહ તેમના દ્વારા કરવામાં આવેલ.
બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી દ્વારા આ કાર્યમાં તન મન ધન થી જોડાનાર તથા સેવા કરનારા સર્વનો આભાર વ્યક્ત કરવામાં આવેલ.