જ્યારથી બનાસકાંઠાના નવા એસપી પ્રશાંત સુમ્બે આવ્યા છે ત્યારથી જિલ્લામાં દારૂ અને ગેર કાયદેસર પ્રવૃત્તિ કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરવામા આવી રહી છે. આજે અંબાજી પોલીસે કોટેશ્વર તરફથી આવતી કાર માથી ચેક કરતા વિદેશી દારૂ મળી આવ્યો હતો. ૧ ગાડીમાથી ૪ લોકો સામે ગુન્હો દાખલ કર્યો છે.
તે એવી રીતે કે આ કામના ચારેય તહોએ પોતાના કબજાની હ્યુંડાઈ એકસટર કાળા કલરની જેનો નંબર-જીજે-૧૮-ઈડી-૧૫૩૭ માં ગે.કા વગર પાસ પરમીટનો ભારતીય બનાવટની વિદેશી દારૂ તથા બીયર ટીન તથા કાચની કુલ નંગ-૫૬ કીંમત રૂપીયા ૧૨,૩૧૫/ તથા મોબાઈલ નંગ-૫ કુલ કીંમત રૂપીયા ૧,૩૫,૦૦૦/ તથા એક હ્યુંડાઈ એકસટર કાળા કલરની જેનો નંબર-જીજે-૧૮-ઈડી-૧૫૩૭ કીંમત રૂપીયા ૮,૦૦,૦૦૦/ એમ કુલ કીમત રૂપીયા ૯,૪૭,૩૧૫/ નો રાખી એકબીજાની મદદગારીથી હેરાફેરી કરી પકડાઈ જઈ ગુનો કર્યા વીગેરે બાબતે
@@કામગીરી કરનારા પોલીસ જવાન@@
PSO/એ.એસ.આઈ રમણભાઈ ચકાભાઈ બ.નં.૨૩૪૭ અંબાજી પો.સ્ટે
શ્રી અ.હેડ.કો જયેશકુમાર ગણપતલાલ બકલ નંબર-૧૪૦૯ અંબાજી પો.સ્ટે
શ્રી કિશન કુમાર હંસરાજભાઈ આ.પો.કો બકલ નંબર 1634
@@આરોપીઓ@@
૧) શકતીસીંહ રાજેન્દ્રસીંહ વાઘેલા ઉ.વ.૨૧ રહે વાસણ (વાસણીયા મું. મહાદેવ) તા જી ગાંધીનગર
૨) સુરજીતસીંહ રણજીતસીંહ સીસોદીયા ઉ.વ.૨૩ રહે ગાંધીનગર રાઘેજા ચોકડી ફલેટ નંબર-૬૦૩ પોલારીશ એલીના ગાંધીનગર
૩) મીલન હર્ષદભાઈ નાયક ઉ.વ.૨૩
૪) દર્શન હર્ષદભાઈ નાયક ઉ.વ.૧૮ વર્ષ ૩ મહીના બંન્ને રહે ઉનાવા રાધાકીશન મંદીરની પાછળ ગાંધીનગરવાળાને તારીખ-૧૦/૦૯/૨૦૨૫ ના કલાક ૧૬/૪૫ વાગે અંબાજી મુકામે અટક કરેલ છે.
રિપોર્ટ…. અમિત પટેલ અંબાજી