સ્વામી વિવેકાનંદજીએ શિકાગો વિશ્વ ધર્મ પરિષદમાં આપેલા ભાષણ ની સ્મૃતિમાં પેટ્રિયટ ક્લબ ઓફ ઈન્ડિયા નાં એક અનોખા પ્રોજેક્ટ “રોગ મુક્ત ભારત અભિયાન” નુ ઉદ્દઘાટન વડોદરા શહેરની પાયોનિયર હોમિયોપેથીક મેડિકલ કોલેજ ખાતે કરવામાં આવ્યું.
ગુજરાત રાજયનાં આરોગ્ય મંત્રી માનનીય શ્રી ઋષિકેશ ભાઈ પટેલ દ્વારા મોકલાયેલા શુભેચ્છા સંદેશા નાં વાંચન બાદ પાયોનિયર ગૃપ ઓફ કોલેજીસ નાં પ્રમુખ શ્રી ડી ડી પટેલ અને હોમિયોપેથીક કોલેજ નાં પ્રિન્સીપાલ ડો અલ્પેશભાઈ શાહ દ્વારા પોતાના સ્વાગત પ્રવચનમાં “રોગ મુક્ત ભારત અભિયાન” ને બીરદાવી સંપૂર્ણ સાથ સહકાર આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી.
સમારોહ નાં મુખ્ય મહેમાન ગુજરાત સરકાર નાં આયુષ વિભાગ નાં ડેપ્યુટી ડાયરેકટર ડો મેહુલભાઈ ત્રિવેદી અને ગુજરાત હોમિયોપેથીક મેડિકલ કાઉન્સિલ નાં પ્રમુખ શ્રી ડો રાજેશભાઈ મહાલે એ આ અનોખા અભિયાન માં જોડાયેલા કોલેજ ના છેલ્લા વર્ષનાં વિદ્યાર્થીઓ અને તાલીમી (ઈન્ટરની) ડોક્ટરોને પોતાનાં જ્ઞાન નો ઉપયોગ કરી શાળાના બાળકો ને આરોગ્ય શિક્ષણ આપી તંદુરસ્ત બાળક- તંદુરસ્ત ભારત નાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઇ મોદી નાં વિકસીત ભારત- વિશ્વ- ગુરુ ભારત નાં સ્વપ્ન ને સાકાર કરવા નું આહવાન કર્યું હતું.
વડોદરા શહેર ની એસ ડી પટેલ વિદ્યાલય નાં વિદ્યાર્થીઓ માટે રોગ મુક્ત ભારત અભિયાન નું અમલીકરણ કરવા સમારોહ માં ઉપસ્થિત આચાર્ય શ્રી કમલભાઈ પટેલે શાળા નાં ટ્રસ્ટી શ્રી પ્રેયસભાઈ પટેલ વતી સંપૂર્ણ સાથ સહકાર આપવાની ખાત્રી આપી હતી.
પેટ્રિયટ ક્લબ ઓફ ઈન્ડિયા નાં સંસ્થાપક ડો કમલેશ શાહે રોગ મુક્ત ભારત અભિયાન નાં પ્રોજેક્ટ કોઓર્ડિનેટર પલ્લવી શાહ વતી પ્રોજેક્ટ નાં હેતુ અને લાક્ષણિકતાઓ સમજાવી હતી.
વિવેકાનંદ એકેડેમી ઓફ એપ્લાઇડ હોમીઓપેથી, વડોદરા – વાહ વડોદરા દ્વારા તાલીમ પામેલા “નિવારક આરોગ્ય યોદ્ધાઓ”
(Preventive Health Warriors) ને “એક યુદ્ધ- રોગ વિરુદ્ધ” ની શપથ લેવડાવવામાં આવ્યા.
આ પ્રસંગે કલબ નાં પ્રદેશ પ્રમુખ ડો શૈલેષ ઝિંઝાળા, પ્રદેશ મહામંત્રી નિલેશ કનાડીયા, લેફટ. કર્નલ ડો કમલપ્રીત સાગી ડો હિતેન્દ્રભાઈ પટેલ, ડો રાજુભાઇ ઠક્કર, ભગવતીબેન પટેલે, જિગરભાઈ ઠક્કર, રાકેશભાઈ કાશીવાલા, પ્રદીપભાઈ શિરકે, ડો આનંદ પટેલ, અન્ય શુભેચ્છકો, અને ક્રિષ્ના મેડમ સહીત કોલેજ પરિવાર નાં સદસ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.