આત્માનિર્ભર તથા વિકસિત ભારતના સ્વપ્ન દ્રષ્ટા , ભારતના લોકલાડીલા યશસ્વી વડાપ્રધાન, વિશ્વનેતા આદરણીયશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે આજ રોજ શ્રીમતી કે. ડી. પટેલ હાઇસ્કૂલ રાલેજના એન.એસ.એસ યુનિટ દ્વારા રાલેજ ગામમાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી શિકોતર માતાના મંદિરે “સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ ” અંતર્ગત ‘એક દિવસીય શ્રમ શિબિર’નું આયોજન કરવામાં આવ્યું.
સદર કેમ્પના ઉદઘાટન પ્રસંગે શાળાના આચાર્યશ્રી ડો. કે એમ. પટેલ સાહેબ,શ્રી રાલેજ કેળવણી મંડળ રાલેજના ટ્રસ્ટીશ્રી રમેશભાઈ પટેલ તેમજ શ્રી સિકોતર મંદિરના ટ્રસ્ટી શ્રી નાનજીભાઈ વાઘેલા ઉપસ્થિત રહ્યા.
શાળાના આચાર્યશ્રી ડો. કે એમ.પટેલ સાહેબ દ્વારા સેવાકીય પ્રવૃતિઓમાં સ્વયં સેવકોની ભૂમિકા અને સ્વચ્છતા તથા પર્યાવરણ જાળવણી અંગે પ્રેરણાત્મક વક્તવ્ય આપવામાં આવ્યું.સાથે જ તેઓ શ્રી પણ સ્વયંસેવકો સાથે શ્રમ યજ્ઞમાં જોડાયા.
સદર કેમ્પમાં સ્વયં સેવકો દ્વારા મંદિર પરિસરની સફાઈ, ચાચર ચોક અને આજુબાજુના વિસ્તારની સફાઈ, આર્ટિફિશિયલ બીચ તથા આજુબાજુના બાગ- બગીચાના વિસ્તારની સફાઈ, શિવાલયની આસપાસના વિસ્તારની સફાઈ, જાહેર માર્ગની સફાઈની ઝુંબેશ સાથ ધરવામાં આવી.
સાથે જ એકત્રિત થયેલ કચરાના ઢગલાનો યોગ્ય નિકાલ કરી ,સમગ્ર મંદિર પરિસરને સ્વચ્છ પાણીથી ધોઈ નયનરમ્ય બનાવવામાં આવ્યું. મંદિરના ટ્રસ્ટીશ્રીઓ તેમજ માતાજીને દર્શને આવનાર દર્શનાર્થીઓએ સ્વયંસેવકોની આ સુંદર કામગીરીની ખૂબ જ પ્રશંસા કરી.
બપોરે તમામ સ્વયંસેવકો દ્વારા ખૂબ જ મજાથી ભોજનનો લાભ લેવામાં આવ્યો.
શાળાના આચાર્યશ્રી ડો. કે. એમ પટેલ સાહેબ દ્વારા તમામ શિક્ષકો અને સ્વયંસેવકોની કામગીરીને બિરદાવવામાં આવી. સાથે જ અભિનંદન પાઠવવામાં આવ્યા. આભારવિધિ શ્રી નિલેશભાઈ દ્વારા કરવામાં આવી