અંબાજી ખાતે આવેલા એસટી ડેપો ખાતે સ્વચ્છતા અભિયાન અંતર્ગત અંબાજી ડેપો ખાતે સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવેલ,
જેમાં આરાસુરી કોલેજ અંબાજીના એનસીસીના વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા હી સેવાના ભાગરૂપે પ્રોગ્રામ કરી સ્વચ્છતા રેલીનું સ્લોગન સાથે પ્રોફેસર પ્રવીણભાઈ ચૌહાણના સહયોગથી આયોજન કરવામાં આવેલ
સદર રેલીમાં અંબાજી ડેપો મેનેજર કપિલભાઈ પી. ચૌહાણ તેમજ ટ્રાફિક સુપરવાઇઝર અનેશસિંહ બી ચાવડા તથા બી.બી. પંડ્યા તથા રાજુભાઈ તેમજ હેડ મિકેનિક નરેશભાઈ, પિંકેશભાઈ અને વહીવટી સ્ટાફ આગલોડિયાભાઈ, સંજયભાઈ વગેરે હાજર રહેલ.
રિપોર્ટર પ્રહલાદ પૂજારી અંબાજી