અમરેલી, સંજીવ રાજપૂત: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ અમરેલી જિલ્લાના પ્રવાસ દરમિયાન લાઠી તાલુકાના પ્રતાપગઢ ગામે સરકારી પ્રાથમિક શાળાના એક સામાન્ય ઓરડામાં રાત્રિ રોકાણ કર્યું હતું.
રાજ્યપાલ ગ્રામીણ સંસ્કૃતિ સાથે તાદાત્મ્ય સાધીને વહેલી સવારે પ્રતાપગઢ ગામના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત બીપીનભાઈ ભીખાભાઈ શંકરના ઘરે વહેલી સવારે પહોંચ્યા હતાં અને પ્રાકૃતિક ખેતી સાથે ગાયોના પાલન પોષણની વિગતો મેળવીને સ્વયં ગાય દોહી હતી. તેમજ પ્રતાપગઢના ગ્રામજનો સાથે સંવાદ સાધ્યો હતો.