માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ શૈક્ષણિક સમિતિનો ધોરણ ૧૧-૧૨ (સામાન્ય પ્રવાહ)માં વૈકલ્પિક વિષયનો સમાવેશ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય
▶️ ધોરણ ૧૧-૧૨ સામાન્ય પ્રવાહના વિષયમાળખામાં જૂથ-૪માં ચિત્રકલા/ સંગીત/ કમ્પ્યૂટર અધ્યયન/ વોકેશનલ વિષયના અથવામાં યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણનો વિષય સમાવેશ કરવા માટે શિક્ષણ વિભાગ દ્વારા મંજૂરી આપવામાં આવી છે.
↪️ રાજ્યની ઉચ્ચતર માધ્યમિક શાળાઓ (સામાન્ય પ્રવાહ) માં શૈક્ષણિક વર્ષ-૨૦૨૬-૨૭ થી ક્રમશ: ધોરણ-૧૧ (સામાન્ય પ્રવાહ)માં અને શૈક્ષણિક વર્ષ-૨૦૨૭-૨૮ થી ધોરણ-૧૨ (સામાન્ય પ્રવાહ)ના વિષયમાળખામાં સમાવેશ કરવામાં આવશે.