જામનગર, સંજીવ રાજપૂત: જામનગરમાં ભવ્ય અશ્વમેઘ મહાયજ્ઞ મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે જેને લઈ રિધમસ ફાઉન્ડેશન તરફથી એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં પત્રકારમિત્રો ઉપસ્થિત રહ્યા હતા।
આ અવસરે રિધમસ ફાઉન્ડેશન દ્વારા સત્તાવાર રીતે 5555 યજ્ઞ કુંડીનો અશ્વમેધ મહાયજ્ઞ મહોત્સવ 12 થી 20-ફેબ્રુઆરી-2026 અને 9999 કિલોમીટરની ભારત ભ્રમણ યાત્રા ૧૪/૧ થી ૩/૨ (૨૦૨૬) ભારતભ્રમણ યાત્રાની જાહેરાત કરવામાં આવી હતી. ભારતભ્રમણ યાત્રાનો પ્રારંભ 14 જાન્યુઆરી 2026ના રોજ થવાનો છે, જે 21 દિવસ સુધી ચાલશે, જ્યારે અશ્વમેધ મહાયજ્ઞનું આયોજન 12 થી 20 ફેબ્રુઆરી 2026 દરમિયાન નવ દિવસ માટે કરવામાં આવશે.
કાર્યક્રમની વિગતવાર માહિતી રિધમસ ફાઉન્ડેશનના નિયામકો રામ પઢિયાર,રાજ કારેણા, રણજીત તામહાણે, કૃષ્ણાબેન આહીર, લખમણ આહીર અને અરવિંદ ગોરફાડ દ્વારા આપવામાં આવી હતી તેમજ ઈવેન્ટ મેનેજમેન્ટ ટીમ ભટ્ટ સાઉન્ડ (રાજકોટ) ના માલિક અભિષેકભાઈ,જયભાઈ, કિરીટભાઈ,ગૌતમભાઈ અને યજ્ઞશાળા,યજ્ઞવિધિના મુખ્ય આચાર્ય રવીન્દ્રભાઈ શાસ્ત્રીજી(જુનાગઢ) ના પ્રતિનિધિ મયુરભાઈ પંડ્યા, મયુરભાઈ ભટ્ટ દ્વારા તમામ વ્યવસ્થા માટે માહિતી આપવામાં આવી હતી!
અશ્વમેધ યજ્ઞને સનાતન ધર્મના અનેક સમાજોનું વ્યાપક સમર્થન મળ્યું છે. આ દરમ્યાન પણ અનેક સમાજોના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જેમાં સગર સમાજના જામનગર પ્રમુખ રામસીભાઈ મારુ, જયસુખજી પાથર, સતવારા સમાજના પ્રમુખ જમનભાઈ રાઠોડ, જયેશભાઈ સોનગ્રા, મગનભાઈ પરમાર, પ્રજાપતિ વિશ્વકર્મા સમાજના પ્રમુખ ગિરિશભાઈ અમેઠિયા,
આહિર સમાજના યુવા પ્રમુખ સંજયભાઈ કાંબરિયા, દ્વારકા આહિર સમાજના મહિલા અગ્રણી કાજલબેન કાંબરિયા, અવનીબેન અને મોનિકાબેન, બ્રહ્મ સમાજના પ્રમુખ હિરેનભાઈ કનૈયા અને મહિલા વિભાગ પ્રમુખ મનીષાબેન સુબડ, રાજપૂત સમાજના યુવા પ્રમુખ એડવોકેટ હરદેવસિંહજી ગોહિલ, જામનગર શહેર પત્રકાર સમિતિના મહામંત્રી હિમંતભાઈ ગોરી, નગરસેવિકા કાજલબેન ગણયાણી, રાધિકા એક્ઝિબિશનની સંચાલિકા રાધિકા ભાનુશાલી વગેરે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહી આ પ્રેસ કોન્ફરન્સને સફળ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી!
આ મહાયજ્ઞ વિશે વાત કરીએ તો રિધમસ ફાઉન્ડેશન સામાજિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક કાયાકલ્પ માટે એક કાર્યરત અગ્રણી સંસ્થાના સાહિયારે જામનગર – ખંભાળીયા બાયપાસ રોડ, એરપોર્ટ રોડની સામે, જામનગર ખાતે યોજાશે. જેમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટવાની શક્યતાઓ સેવાઇ રહી છે. જ્યાં તોતિંગ ડોમ, ટેન્ટ સિટીનું પણ નિર્માણ કરવામાં આવનાર છે જેમાં સમાજના દરેક પ્રશ્નોને લાગતા વિવિધ કાર્યક્રમો પણ યોજાશે.
શું છે અશ્વમેઘ યજ્ઞ અને વેદ પુરાણોમાં કેટલું મહત્વ છે?
મહાભારત કાળ દરમિયાન જ્યારે ભગવાન શ્રી કૃષ્ણે યુધિષ્ઠિરને અશ્વમેધ યજ્ઞ કરાવ્યો હતો તે જ તિથિ અને નક્ષત્ર સમય 5555 વર્ષ પછી ફરીથી પ્રગટ થઈ રહ્યો છે.
અને બીજો સંયોગ એ છે કે આ વખતે યજ્ઞ ૫૫૫૫ યજ્ઞ કુંડ સાથે કરવામાં આવશે. આ જીવનમાં એક વાર મળનારી એક અદ્ભુત ક્ષણ છે, એક અદ્ભુત તક છે જે ઇતિહાસ અને વર્તમાનને જોડે છે.
અશ્વમેધ યજ્ઞ રાષ્ટ્રીય શુદ્ધિકરણ, સાર્વત્રિક કલ્યાણ અને સામાજિક જાગૃતિનું પ્રતીક છે. તેને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ પ્રાપ્ત કરવાનો માર્ગ માનવામાં આવે છે.
જ્યારે જ્યોતિષના દૃષ્ટિકોણથી આ શુભ સમયે અશ્વમેધ યજ્ઞ કરવાથી ગ્રહો અને તારાઓનો સકારાત્મક પ્રભાવ પડે છે, જેનાથી આવનારા વર્ષોમાં રાષ્ટ્રમાં શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ આવે છે. યજ્ઞના યજમાન તરીકે બેસનાર વ્યક્તિ પણ ભાગ્યમાં વધારો અનુભવશે.
જ્યારે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી: સામૂહિક મંત્રોચાર,અગ્નિહોત્ર અને ઔષધીઓની આહુતિઓ પર્યાવરણને શુદ્ધ કરે છે, પ્રદૂષણ ઘટાડે છે અને માનસિક રીતે લોકોમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે.
આ યજ્ઞમાં શ્રીમદ્ ભાગવત કથા અને ધર્મસભા – અનુભવી અને પ્રખ્યાત કથાકારો દ્વારા દરરોજ કથાનું વર્ણન. કથા દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો પણ જે આના ખાસ આકર્ષણો હશે. ઉપરાંત ભારત અને વિદેશના વિવિધ સંપ્રદાયોના સંતો અને આચાર્યો દરરોજ ધર્મસભાને સંબોધિત કરશે.
આ કાર્યક્રમમાં ઓછામાં ઓછા 21 વિશ્વ રેકોર્ડ માટે પ્રયાસ કરવામાં આવશે, જેના પ્રમાણપત્ર માટે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ (જેમ કે વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન, યુએસએ) સાથે કરાર કરવામાં આવ્યા છે.
જામનગરના રૂડા આંગણે આ ફક્ત એક ધાર્મિક કાર્યક્રમ નહીં પરંતુ ભારતીય સંસ્કૃતિ, પર્યાવરણ અને રાષ્ટ્રીય ગૌરવનો એક ભવ્ય ઉત્સવ બની રહેશે જે સમગ્ર વિશ્વમાં આંતરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરે એક અનેરો સંદેશ પ્રસ્થાપિત કરશે