વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળી ૨૪ વર્ષ અગાઉ રાજ્યની વણથંભી વિકાસયાત્રા શરુ કરી હતી. આ અવસરને વધાવવા માટે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં તા.૦૭ થી તા.૧૫ ઓક્ટોબર દરમિયાન ‘વિકાસ સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણીના બીજા દિવસે ઘોઘા તાલુકામાં વાળુકડ પાસે આવેલ અંધારીયાવડ ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વિકાસ રથ અંધારીયાવડ ગામે પહોંચતા ગ્રામજનો દ્વારા તેનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
વિકાસ સપ્તાહના બીજા દિવસે અંધારીયાવડ ગામે રાજ્યમંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકીના હસ્તે અંદાજે રૂ. ૬૦ લાખના લોકાર્પણ અને રૂ. ૪૦.૬૮ લાખના ખાતમુહુર્ત કરવામાં આવ્યા હતા. આમ, આ અવસરે મંત્રીશ્રીના હસ્તે સર્વાંગી વિકાસ માટે આશરે કુલ રૂ. ૧ કરોડના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ તકે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ગામના વિકાસ માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી તેમજ ગામજનોને સક્રિય સહભાગિતા માટે આહ્વાન કરાયું. સૌએ “ભારત વિકાસ પ્રતિજ્ઞા” લઈ રાષ્ટ્રના સર્વાંગી વિકાસમાં યોગદાન આપવા સંકલ્પ કર્યો હતો.
આ તકે નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી અક્ષરભાઈ વ્યાસ, તાલુકા વિકાસ અધિકારી શ્રી ડી. એચ. પંડ્યા, ઘોઘા મામલતદાર શ્રી એસ. કે. બ્રહ્મભટ્ટ, ઘોઘા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી આર. એન. ડોડીયા, આગેવાન શ્રી દિવ્યેશ ભાઈ સોલંકી, શ્રી રાજેશ ભાઈ ફાળકી, શ્રી વિનુભાઈ મકવાણા, શ્રી આનંદભાઈ ડાભી, શ્રી ધર્મેન્દ્રસિંહ ગોહિલ, શ્રી ડી. સી. ગોહિલ, શ્રી કરણસિંહ સરવૈયા, શ્રી મગનભાઇ ચૌહાણ, ઈન. CDPO ઘોઘા શ્રી મીનાબેન પંડ્યા, સહિતના આગેવાનો અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.