

તારીખ 14-11-2025ના રોજ શ્રી પાટણા કન્યા શાળામાં વલભીપુરનું તાલુકા કક્ષાનું વિજ્ઞાન ગણિત-પર્યાવરણ પ્રદર્શન યોજાયું. આ પ્રદર્શનમાં બાળકોને પ્રોત્સાહિત કરવા માનનિય મામલતદાર શ્રી કે.જી.પરમાર સાહેબ,તાલુકા પંચાયત પ્રમુખશ્રી મેહુલસિંહ ગોહિલ, પાટણા ગામના યુવા સરપંચ શ્રી હરદેવસિંહ વાઘેલા, SMC અધ્યક્ષશ્રી, વલભીપુર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી ગોપાલભાઈ મકવાણા સાહેબ, કેળવણી નિરીક્ષક શ્રી હેમરાજસિંહ ચૌહાણ સાહેબ,


બી.આર.સી.કો.ઓ શ્રી ગોપાલભાઈ બારડ સાહેબ, વલભીપુર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ અને મંત્રી શ્રીઇન્દ્રજીતસિંહ મોરી તથા શ્રીહસમુખભાઈ મેર, પ્રાથમિક શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ અને મહામંત્રી શ્રીહિરેનભાઈ ત્રિવેદી તથા શ્રી નારસંગભાઈ ડોડીયા, પ્રમુખશ્રી વ.તા.શિ.સ.મ. શ્રીમહાવીરસિંહ ગોહિલની પ્રેરક ઉપસ્થિતિ રહેલ. સી.આર.સી કૉ.ઓ.વલભીપુર-૨ શ્રી કુલદીપસિંહ વેગડ, સી.આર.સી કૉ.ઓ.મુળધરાઈ મકવાણા મહેશકુમાર, ઉપસ્થિત રહી પોતાની જવાબદારી સુંદર રીતે નિભાવી હતી.


આ વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન-2025માં કે.ની શ્રીહેમરાજસિંહ ચૌહાણ સાહેબ દ્વારા શાબ્દિક આવકાર તથા તા.પ્રા.શિ.અ.શ્રી ગોપાલભાઈ મકવાણા સાહેબ દ્વારા બાળકોને માર્મિક અને માર્ગદર્શક ઉદબોધન થકી પ્રોત્સાહન પૂરું પાડવામાં આવેલ. પાટણા ગામના સરપંચશ્રીના હસ્તે વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શનને વૈજ્ઞાનિક ઢબથી ખુલ્લું મુકવામાં આવેલ.

આ પ્રદર્શનમાં અલગ-અલગ કુલ પાંચ વિભાગમાં કુલ ૫૦ બાળકો દ્વારા કુલ ૨૫ સુંદર કૃતિઓને રજૂ કરવામાં આવી હતી. વિભાગ ૧માં શ્રીનશીતપુર પ્રા. શાળા, વિભાગ ૨માં શ્રીરતનપુર(ગા) પ્રા. શાળા, વિભાગ ૩માં પીએમ શ્રી સર.જી.એન.ગોટી કે.વ. શાળા નંબર-૧, વિભાગ 4માં શ્રીમેલાણા પ્રા. શાળા, તથા વિભાગ ૫માં શ્રીમાનસ કુમાર શાળા, શ્રેષ્ઠ કૃતિની રજૂઆત કરી પ્રથમ ક્રમાંકે રહેલ અને હવે જિલ્લા કક્ષાએ શ્રીવલભીપુર તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે. શ્રી પાટણા કન્યા શાળા દ્વારા વિવિધ વિજ્ઞાનલક્ષી રંગોળી અને સુશોભન કરેલ,બી.આર.સી ભવન પરિવારની અથાગ મહેનત તથા કાર્યક્રમના સંચાલક તરીકે શ્રીધર્મેન્દ્રસિંહ વણારે પોતાના ઉદઘોષક કૌશલ્યથી કાર્યક્રમને સફળ બનાવેલ.
















