🌼 પ્રતિભા સત્કાર સમારોપ –2 2025 (ભાવનગર) 🌼
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ – માધ્યમિક સંવર્ગ, ભાવનગર દ્વારા ભવ્ય પ્રતિભા સત્કાર સમારોપ -2- 2025 નું આયોજન શ્રી રઘુકુળ વિદ્યાધામ ખાતે તા- 23/11/25 ના રવિવારના રોજ કરવામાં આવ્યું.જેમાં ભાવનગર જિલ્લાની ગ્રાન્ટેડ અને સરકારી માધ્યમિક શાળાઓ અને તેમના કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા.
કાર્યક્રમમાં શિક્ષણક્ષેત્રના વિવિધ સાત વિશિષ્ટ ક્ષેત્રોમાં સન્માન અપાયા..👇🏼
1️⃣ જુના શિક્ષક તરીકે જિલ્લામાં આવેલા શિક્ષકોનું આવકાર…
2️⃣ વર્ષ 2025 માં નવનિયુક્ત થયેલા શિક્ષકોનો સત્કાર…
3️⃣ નવનિયુક્ત આચાર્યોનો સન્માન…
4️⃣ ધોરણ 10 અને ધોરણ 12 માં ઉત્તમ ગુણ પ્રાપ્ત કરનાર કર્મચારીઓના સંતાનોને પ્રતિભાનો સન્માન…
5️⃣ પીએચ.ડી. તથા પુસ્તક લેખન માટે વિશિષ્ટ સિદ્ધિ ધરાવતા કર્મચારીઓને સત્કાર…
6️⃣ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિત દ્વારા પ્રેરક શિક્ષકોને સન્માન…
7️⃣SSC અને HSCમાં 100 % ટકા પરિણામ મેળવનાર શાળાઓનો સન્માન…
આ ઉપરાંત જિલ્લામાં નિવૃત્ત થયેલ સારસ્વતોનું સન્માન કરવામાં આવ્યુ.
આ રીતે શિક્ષણક્ષેત્રના સર્વાંગી વિકાસને સ્પર્શતા સાતેય વિભાગોને સમાવીને પ્રેરણાદાયક સન્માન સમારંભ સફળતાપૂર્વક યોજાયો.
કાર્યક્રમની શરૂઆત શ્રીમતી વનિતાબેન બારૈયા
(પ્રાંત મહિલા સંગઠન મંત્રી – માધ્યમિક સંવર્ગ) દ્વારા સરસ્વતી વંદના સાથે કરવામાં આવી.
ત્યારબાદ સંગઠનગીત શ્રી દીપકભાઈ દવે દ્વારા ગવાયું.
મહેમાનશ્રીનું સ્વાગત શ્રી તરુણભાઈ વ્યાસ (પ્રાંત સંગઠન મંત્રી – આચાર્ય સંવર્ગ) દ્વારા કરવામાં આવ્યું અને કાર્યક્રમનો હેતુ અને રૂપરેખા જણાવેલ..તેઓને પુસ્તકોથી પણ સ્વાગત થયુ.અમૃત વચન કાંતિભાઈ ગઢવી (વરિષ્ઠ ઉપાધ્યક્ષ , નગર ઉ.મા સંવર્ગ ) દ્વારા થયુ.
સંગઠન પરિચય શ્રીમતી ચંદ્રિકાબેન ચૌહાણ (પ્રાંતમહિલા ઉપાધ્યક્ષ – માધ્યમિક સંવર્ગ) દ્વારા આપવામાં આવ્યો.
—
🎤 પ્રેરક વક્તવ્ય અને માર્ગદર્શન
શિક્ષણ ક્ષેત્રની પ્રગતિ અને શિક્ષકોને પ્રેરણા પૂરી પાડતું ઉત્તમ વક્તવ્ય શ્રી મહિપાલસિંહજી ગોહિલ (પ્રમુખ, શ્રી શિક્ષક શરાફી મંડળી) દ્વારા આપવામાં આવ્યું.
ભારતની પ્રાચીન સંસ્કૃતિ, તેની ધરોહર તથા જતન અને સંરક્ષણ તથા ABRSM ના શિક્ષણ હિતાર્થના ધ્યેય અંગેનો મહત્વપૂર્ણ ઉલ્લેખ ડૉ. મનહરભાઈ ઠાકર (પૂર્વ આચાર્ય, એસ. એસ. જી. સી. કોલેજ અને કેળવણીકાર) દ્વારા કરવામાં આવ્યો.આદરણીય મનહરભાઈએ તમામ સન્માનિત વિદ્યાર્થીઓ અને સારસ્વતોને તેમના લેખિત પુસ્તકો સપ્રેમ આપ્યા.
ત્યારબાદ ડૉ. ગિરીશભાઈ વાઘાણી (પ્રમુખ, ભારતીય વિચાર મંચ અને પૂર્વ કુલપતિ – ભાવનગર યુનિવર્સિટી) દ્વારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પરિચય સાથે સંઘના પંચબિંદુઓ —
સામાજિક સમરસતા, સ્વદેશી, પર્યાવરણ સંરક્ષણ, કુટુંબ પ્રબોધન અને નાગરિક કર્તવ્યઅને સંઘ શતાબ્દી વર્ષનો વિષય પરિચય કરાવ્યો .શિક્ષકોને જાગૃત કરતું પ્રેરક માર્ગદર્શન આપવામાં આવ્યું
🙏 સમાપન અને સંચાલન
કાર્યક્રમના અંતે શ્રી સંજયભાઈ ભટ્ટ (અધ્યક્ષ – માધ્યમિક સંવર્ગ) દ્વારા આભારવિધી રજૂ કરી.
અંતિમ વિધિમાં શ્રીમતી અંજલીબેન રાજ્યગુરુ દ્વારા કલ્યાણમંત્ર પાઠવવામાં આવ્યો.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન
ડૉ. માનસીબેન ત્રિવેદી (મહિલા ઉપાધ્યક્ષ – ઉચ્ચ માધ્યમિક સંવર્ગ
દ્વારા સચોટ રીતે કરવામાં આવ્યું.અલ્પાહાર દ્વારા કાર્યકમનું સમાપન થયુ.
આ રીતે સમગ્ર કાર્યક્રમ ખૂબ જ સુવ્યવસ્થિત, ભવ્ય અને પ્રેરણાદાયક રીતે સફળતાપૂર્વક સંગઠનના કાર્યકર્તાઓના સમયદાન અને નિષ્ઠા દ્વારા પૂર્ણ થયો.
ભવદીય :
અ.ભા.રા.શૈ.મહાસંઘ- ભાવનગર
( માધ્યમિક સંવર્ગ )
















