સાધુ સમાજના સમૂહ લગ્ન આગામી તારીખ 28 12 2025 ના રોજ વીર રતનસિંહ દાદા ધામ છારોડીયા મુકામે આયોજિત થનાર છે દર વખતની જેમ આ વખતે પણ સાધુ સમાજની દીકરીબા ઓને વીરભૂષણ ધર્મરક્ષક શ્રી વિજય સિંહ બાપુ મહંત શ્રી દાદા બાપુ ધામ પચ્છમ તરફથી પાનેતર ના સ્વરૂપે કલાત્મક અને હેન્ડમેડ ચણિયાચોળી સાધુ સમાજની દીકરીબા ઓને અર્પણ કરવામાં આવે છે


આગામી તારીખ 28 12 2025 ના રોજ યોજાનાર સાધુ સમાજના સમુહ લગ્ન પરમ પૂજ્ય વીર સેવક શ્રી પરબતસિંહ બાપુ મહંત શ્રી વીર રતનસિંહ દાદા ધામ છારોડીયા તા .ધંધુકા ના મુખ્ય સહયોગથી યોજાનાર છે.આ સમૂહ લગ્ન મહોત્સવમાં પરમ પૂજ્ય વીરભૂષણ ધર્મ રક્ષક વિજય સિંહ બાપુ દ્વારા સમૂહ લગ્ન માં જોડાયેલ સાધુ સમાજના દીકરીઓને ચણિયાચોળી અર્પણ કરવાનો કાર્યક્રમ તારીખ 30 11 2025 ના રોજ દાદા બાપુ નામ પચ્છમ ભાલ ખાતે રાખવા માં આવેલ અને સાધુ સમાજની સમુહ લગ્નમાં જોડાયેલ તમામ દીકરીબા ઓને દાદાબાપુ ધામ ખાતે રૂબરૂમાં બોલાવી અને ચણિયાચોળી અર્પણ કરવા મા આવેલ.


આ સેવા સમર્પિત કાર્યક્રમ માં શ્રી હિતેન્દ્ર સિંહ ગોહિલ. પ્રિન્સીપાલ વાળા. એલ.આર.હાઈસ્કૂલ ખડોલ તેમજ શ્રી મહેન્દ્ર સિંહ ગોહિલ ધંધુકા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી અને શ્રી વિજય સિંહ રાઠોડ સુંદરિયાણા ખાસ ઉપસ્થિત રહેલ અને હિતેન્દ્ર સિંહ એ પોતાના વક્તવ્યમાં સાધુ શબ્દ ના અર્થ ની ભગવત ગોમંડળ આધારિત વિશેષ વ્યાખ્યા આપેલ અને સાધુ સમાજ ને સનાતન ધર્મ ના રખેવાળ તરીકે ઉપમા આપેલ તેમજ વિજય સિંહ રાઠોડ દ્વારા શ્રદ્ધા અને આસ્થા નું એક પોતાને અનુભવિત દાદા બાપુ એ કરેલ કામ ની માહિતી આપી તેમજ મહેન્દ્ર સિંહ એ સનાતન ધર્મ માં શિક્ષણ ના મહત્વ વિશે સમજણ આપેલ અને સમૂહ લગ્ન એક ક્રાંતિ લાવશે તેવું જણાવેલ

પૂજ્ય વિજયસિંહ બાપુ એ આશિર્વચન ઉદબોધન માં જણાવેલ કે તેઓ ક્ષત્રિય હોય સનાતન ધર્મની પેઢીઓ થી સેવા કરતા સાધુ સમાજ ને તમામ પ્રકારે મદદ કરવી એ અમારો ધર્મ છે વધુ માં જણાવ્યું કે જ્યારે પણ સાધુ સમાજ સમુહ લગ્ન કરે ત્યારે જ્યાં પણ અટકે ત્યાં તમામ પ્રકારે મદદ કરવાની તત્પરતા બતાવી અને જણાવેલ કે તેઓ જીવ ને રાજી કરવા નહીં પરંતુ શિવ ને રાજી કરવા માટે કામ કરે છે.

આખા કાર્યક્રમનું આયોજન અને સંકલન કરતા પ્રવિણસિંહ ગોહિલે જણાવ્યું કે દાદાબાપુ ધામમાં જે કોઈપણ કાર્ય થાય છે એ દાદાને અને ઠાકોરજીને અને ભગવાનને અને માતાજીને આગળ રાખીને કરવામાં આવે છે.
રિપોર્ટર કુલદીપસિંહ પરમાર















