દાંતા તાલુકામાં શિક્ષણ જગતમાં ક્રાંતિ લાવનાર એલ.કે.બારડના પુત્ર વનરાજસિંહ બારડ પોતાનો જન્મદિવસ અનોખી રીતે ઉજવ્યો હતો. દાંતા તાલુકાના અંતરીયાળ વિસ્તારમાં આવેલ જાંબાફળી ગામની પ્રાથમિક શાળામાં ભણતા બાળકોને સ્વેટર વિતરણ કરવામાં આવ્યું હતું. પાલનપુરના રામલીલા મેદાનમા રહેતા ગરીબ બાળકોને કપડાં વિતરણ કરવામા આવ્યા,તેમજ પાલનપુરના વૃદ્ધાશ્રમમાં રહેતા તમામ વડીલોને ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું.
પાલનપુર ની વિવિધ ઝૂંપડપટ્ટીમા રહેતા ગરીબ બાળકોને પાલનપુરમાં થિયેટરમાં લાગેલી ગુજરાતી ફિલ્મ “લાલો” બતાવવામાં આવી હતી.વનરાજસિંહ બારડ હાલમાં સમાજ સેવાની પ્રવૃત્તિ સારી રીતે કરી રહ્યા છે.અગાઉ તેમને સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ ભાજપના સભ્ય બનાવવામાં પ્રથમ નંબરે આવ્યા હતા. ગુજરાતના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા તેમનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. વનરાજસિંહ બારડે જન્મદિવસ નિમિત્તે સુંદર સેવાકીય પ્રવૃત્તિ કરી હતી અને ગરીબ બાળકો માટે મદદરૂપ બન્યા હતા.
રિપોર્ટર પ્રહલાદ પૂજારી અંબાજી
















