ટ્રક નં.RJ.19.GB.8805 માંથી વિદેશી દારૂ/ બિયર ની કુલ ૧૦,૮૩૨ નંગ બોટલ સહિત રૂ.૫૨,૪૮,૩૪૫/- નો મુદ્દામાલ ઝડપાયો….
મહત્વ નો સવાલ એ કે કડક દારૂબંધી વચ્ચે આટલો માલ ભરી ને ટ્રક આવી ક્યાંથી????!!!!
” ડ્રાય સ્ટેટ ” અને ” ગાંધી ના ગુજરાત ” માં એમ તો દારૂ બંધી છે જ તેમ છતાં પણ દરેક ગામ – શહેર માં ખૂણે – ખચકે જોઈએ તેવો અને એટલો દારૂ મળી જ રહે છે .તેમ છતાં પોલીસ તંત્ર દ્વારા ડ્રાય સ્ટેટ ની ગરિમા જાળવવા માટે કાયદા અને નિયમો ના પાલન કરવા છતાં ક્યાંક ને ક્યાંક ઉધઈ ની જેમ પેસી ગયેલા સડા ને લીધે ઉપલા અધિકારીઓ ની મહેનત પર પાણી ફેરવતા તંત્ર ની અંદર ના તત્વો ના સેટિંગ સિસ્ટમ છુપી રીતે સક્રિય હોય તેમ કામગીરી કરતા જોવા મળી રહ્યા છે.
જેમાં બનાસકાંઠા જિલ્લા નજીક હડાદ તાલુકા વિસ્તાર માં પોશીના ચાર રસ્તા પાસે થી રાજસ્થાન પાર્સિંગ ના એક ટ્રક માંથી મોટા પ્રમાણ માં ભારતીય બનાવટ ના વિદેશી દારૂ અને બિયર ભરી ને ગુજરાત માં ડિલિવરી કરવા જતા LCB બનાસકાંઠ ને હાથે ઝડપાતા ક્યાંક ને ક્યાંક પોલીસ તંત્ર ના સેટિંગ બાજ કર્મચારીઓ ની સંડોવણી ને લીધે જ કડક દારૂ બંધી વચ્ચે કામ પર પાડવા નો કીમિયો અજમાવવા માં આવતો હોવાનું સામે આવી રહ્યું છે.
Lcb બનાસકાંઠા સ્ટાફ ને હડાદ પોલીસ સ્ટેશન વિસ્તાર માં પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમી મુજબ અંબાજી તરફ થી આવી રહેલ એક ટાટા કંપની ના RJ.19.GB.8805 નંબર ના ટ્રક માં વિદેશી દારૂ અને બિયર ભરી ગુજરાત માં લઈ જવાનો હોવાની બાતમી મળતા વોચ ગોઠવી હતી.ત્યારે મળેલ બાતમી મુજબ ની ટ્રક આવતા ટ્રક ને સાઇડ પર રોકાવી તપાસ કરતા અંદર થી પાઉડર ભરેલા કોથળા નીચે વિદેશી દારૂ / બિયર ની પેટીઓ મળી આવતા ડ્રાઈવર ને ભરેલ માલ બાબતે પૂછ પરછ કરતા યોગ્ય જવાબ નહીં આપી શકતા હડાદ પોલીસ સ્ટેશન ખાતે લવાયો હતો.જ્યાં ટ્રક ખાલી કરી માલ ગણતા ભારતીય બનાવટ નો વિદેશી દારૂ / બિયર ની બોટલ / ટીન કુલ નંગ – ૧૦,૮૩૨ મળી આવી હતી.જેની અંદાજિત કિંમત રૂ.૪૨,૩૮,૩૪૫/- ,ટ્રક ની કિંમત રૂ.૧૦,૦૦,૦૦૦/- તથા મોબાઈલ ફોન નંગ – ૧,કિંમત રૂ.૧૦,૦૦૦/- મળી કુલ રૂ.૫૨,૪૮,૩૪૫/- ના મુદા માલ સાથે આરોપી હિન્દુરામ પુત્ર – ગોરધનરામ ભોપાલરામ ખટાણા ( દેવાસી ) ઉમર વર્ષ – ૩૦, ધંધો – ડ્રાઇવિંગ, ગામ – મણિયારી, થાના – જેતપુર તા. સુમેરપુર જિલ્લા – પાલી ( રાજ) વાળા ને પકડી લઈ પકડાયેલ આરોપી તથા ગાડી માલિક અને દારૂ ભરાવનાર તથા મંગાવનાર તેમજ પાયલોટિંગ કરનાર તમામ વિરુદ્ધ હડાદ પોલીસ સ્ટેશન માં કાયદેસર ની કાર્યવાહી કરેલ છે.
કામગીરી માં સંડોવાયેલ આરોપીઓ ના નામ…..
૧) હિન્દુરામ s/o ગોરધનરામ ભોપાલરામ ખટાણા ( દેવાસી) ઉમર – 30, રહે – મણિયારી,થાના – જેતપુર ( પાલી – રાજ)
૨) વસના રામ દેવાસી રહે – તોગવાસ , ગુંદોજ ( પાલી – રાજ) – ટ્રક માલિક
૩) ગંગારામ – પૂરું નામ – સરનામું માલૂમ થયેલ નથી ( દારૂ નો માલ ટ્રક માં ભરી ને લઈ આવનાર )
૪) કમલેશભાઈ ઉર્ફે કમલદાન રાણીદાન ગઢવી રહે – અંબાજી ,તા.દાંતા જીલ્લા – બનાસકાંઠા .( પાયલોટિંગ કરનાર)
દારૂબંધી હોવા છતાં પોલીસ ના જ મળતિયા ફોલ્ડર દ્વારા પાયલોટિંગ કરી રાજ્ય માં દારૂ ઘૂસેડવાનું કામ….
આજ રોજ પોશીના ચાર રસ્તા પાસે પકડાયેલ ટ્રક માં પાઉડર ના કોથળા નીચે સંતાડેલ દારૂ ની પેટીઓ આબુરોડ તરફ થી ભરી ને ગુજરાત માં ઘુસેડવા માટે દારૂ ભરાવનાર વતી છાપરી ચેક પોસ્ટ પર હાજર રહેતા પોલીસ ના મળતિયા ફોલ્ડરિયા દ્વારા પાયલોટિંગ કરી ગુજરાત માં ઘૂસેડવાનું કામ કરતા કમલેશ ઉર્ફે કમલદાન રાણીદાન ગઢવી નું નામ જાહેર થયું છે ત્યારે વિચારશીલ બાબત એ છે કે પોલીસ ના મળતિયા એવા આ ઈસમ દ્વારા પૈસા નો વ્યવહાર કરી પ્રતિબંધિત વસ્તુઓ ઘૂસેડવની કામગીરી પોલીસ ની આડ માં કરતો હોવાનું સામે આવ્યું છે
ત્યારે આજ પકડાયેલા ટ્રક સિવાય કંઇ કેટલાય ટ્રકો આ ઈસમ પસાર કરવામાં સહાયક બનતો હશે તે બાબત વિચારશીલ બની છે તે ઉપરાંત જો પોલીસ નો મળતિયા રૂપે કામ કરતો આ ઈસમ એકલો કામ કરે તે શક્ય નથી ત્યારે આ મળતિયા વ્યક્તિ સાથે પોલીસ સ્ટાફ ના કર્મચારીઓ ની પણ સંડોવણી હોય તો જ બિન્દાસ પણે છાપરી બોર્ડર પર થી પાયલોટિંગ કરી કામ પાર પાડવું શક્ય બને તેમ છે ત્યારે આ તમામ બાબતો અંગે ઉચ્ચ અધિકારીઓ ઊંડાણપૂર્વક તપાસ કરી – કરાવી કસૂરવાર પોલીસ તંત્ર ના સ્ટાફ અને મળતિયા વ્યક્તિ પર કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે.
રિપોર્ટર અમિત પટેલ અંબાજી
















