પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન – ભાવનગર મંડળ દ્વારા રેલવે કર્મચારીઓના આશ્રિત બાળકોમાં સર્જનાત્મક પ્રતિભાને પ્રોત્સાહન આપવા માટે આયોજિત નિબંધ લેખન તેમજ ચિત્રકલા અને પેઇન્ટિંગ સ્પર્ધાના વિજેતાઓને સન્માનિત કરવા હેતુ તા. 11 ડિસેમ્બર, 2025 (ગુરુવાર) એ એક ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું. વિજેતાઓને પ્રમાણપત્ર અને રોકડ ઇનામ આપીને સન્માનિત કરવામાં આવ્યા. આ કાર્યક્રમ રેલવે ઓફિસર્સ ક્લબ, ભાવનગર પરા ખાતે યોજાયો.
મહિલા કલ્યાણ સંગઠનએ નિબંધ લેખન સ્પર્ધાનું આયોજન 14 સપ્ટેમ્બર 2025ના રોજ તેમજ ચિત્રકલા અને પેઇન્ટિંગ સ્પર્ધાનું આયોજન 21 સપ્ટેમ્બર 2025ના રોજ કર્યું હતું. આ બંને સ્પર્ધાઓમાં ઉત્તમ પ્રદર્શન કરનાર પસંદગીતિ વિજેતા પ્રતિભાગીઓને સંગઠનની અધ્યક્ષા શ્રીમતી શાલિની વર્મા દ્વારા સન્માનિત કરવામાં આવ્યા.
કાર્યક્રમ દરમિયાન ભાવનગર મંડળ સાંસ્કૃતિક સંગઠનના સભ્યો તેમજ ભારત સ્કાઉટ્સ એન્ડ ગાઈડ્સ, ભાવનગર રેલવે મંડળના સભ્યોને પણ તેમના યોગદાન અને સક્રિય ભાગીદારી બદલ સંસ્થાની અધ્યક્ષા દ્વારા સન્માનિત કરવામાં આવ્યા.
સન્માન સમારોહમાં વિજેતા પ્રતિભાગીઓ તેમના વાલીઓ સાથે હાજર રહ્યા. આ અવસરે મહિલા કલ્યાણ સંગઠન – ભાવનગર મંડળની ઉપાધ્યક્ષ શ્રીમતી મોનિકા શર્મા, સેક્રેટરી શ્રીમતી માયા ત્રિપાઠી, ટ્રેજરર શ્રીમતી વંદના પાટીદાર, કલ્ચરર ઇન્ચાર્જ શ્રીમતી રશ્મિ મલિક, કેટરિંગ ઇન્ચાર્જ શ્રીમતી શિખા રાણા તેમજ અન્ય પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા.
મહિલા કલ્યાણ સંગઠન – ભાવનગર મંડળ દ્વારા આયોજિત આ કાર્યક્રમ માત્ર બાળકોની સર્જનાત્મક પ્રતિભાને મંચ પૂરું પાડતો નથી, પરંતુ તેમને પ્રોત્સાહિત કરીને તેમના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
















