દાંતા પો.સ્ટે. વિસ્તારમાંથી હ્યુન્ડાઈ કંપનીની વર્ના ગાડી નં.GJ01RF1030 માંથી ગે.કા. અને વગર પાસ પરમીંટના ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિ.રૂ.૪,૬૬,૧૪૮/- ના મુદ્દામાલ સાથે એક ઈસમને પકડી પાડતી એલ.સી.બી. પાલનપુર, બનાસકાંઠા.
શ્રી ચિરાગ કોરડીયા, પોલીસ મહાનિરીક્ષક, સરહદી રેંજ કચ્છ-ભુજ તથા શ્રી પ્રશાંત સુંબે, પોલીસ અધિક્ષક બનાસકાંઠા જીલ્લાનાઓએ દારૂ/જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબુદ થાય તે અંગે કડક અમલવારી કરવા સુચના કરેલ હોઈ જે અન્વયે, શ્રી એ.વી.દેસાઈ, પોલીસ ઇન્સ્પેકટર, એલ.સી.બી., પાલનપુર નાઓના માર્ગદર્શન હેઠળ,
એલ.સી.બી પોલીસ સ્ટાફના માણસો દાંતા પો.સ્ટે. વિસ્તારમાં પ્રોહી લગત પેટ્રોલીંગમાં હતા.દરમ્યાન બાતમી હકીકત આધારે મોજે થલવાડા ગામ પાસે નાકાબંધી દરમ્યાન હ્યુન્ડાઈ વર્ના ગાડી નં.GJ01RF1030 નો ચાલક પપ્પુરામ જોરારામ સરગરા(ચૌહાણ) રહે.સુમેરપુર મહાવીર સિનેમા તાલુકો-સુમેરપુર જિલ્લો-પાલી રાજસ્થાન વાળો પોતાના કબ્જા ભોગવટાની વર્ના ગાડીમાં ગે.કા અને વગર પાસ પરમીટે ભારતીય બનાવટની વિદેશીદારૂની બોટલ નંગ-૯૮ કિ.રૂા.૨,૬૧,૧૪૮/- તથા વર્ના ગાડી કિ.રૂા.૨,૦૦,000/- તથા મોબાઈલ-૦૧ કિ.રૂા.૫,૦૦૦/- મળી કુલ કિ.રૂા.૪,૬૬,૧૪૮/- ના મુદ્દામાલ સાથે પકડાઈ જઈ તથા સદરે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી આપનાર ગુલાબસિંહ જબ્બરસિંહ રાજપુત રહે.સુમેરપુર વાળાએ ગુનો કરવામાં એકબીજાના મેળાપીપણામાં રાજસ્થાન રાજ્ય નિર્મિત ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો પ્રતિબંધિત ગુજરાત રાજ્યમાં ઘુસાડવાનુ ષડયંત્ર રચી ગુનાહિત કૃત્ય કરેલ હોઈ જે તમામ ઈસમો વિરૂધ્ધમાં દાંતા પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
કામગીરી કરનાર અધિકારીશ્રીની વિગત
શ્રી એ.વી.દેસાઈ,પો.ઈન્સ.,એલ.સી.બી
શ્રી એસ.જે.પરમાર,પો.સ.ઈ.,એલ.સી.બી
શ્રી રાજેશકુમાર,એ.એસ.આઈ.,એલ.સી.બી
શ્રી દિલીપસિંહ,હેડ કોન્સ.,એલ.સી.બી
શ્રી અલ્પેશકુમાર, હેડ કોન્સ.,એલ.સી.બી
શ્રી પૂંજાભાઈ, હેડ કોન્સ.,એલ.સી.બી
શ્રી ધરમપાલસિંહ,પો.કોન્સ.,એલ.સી.બી
શ્રી કનકસિંહ,પો.કોન્સ.,એલ.સી.બી
શ્રી ઈશ્વરભાઈ,પો.કોન્સ.,એલ.સી.બી
રિપોર્ટ…. અમિત પટેલ અંબાજી
















