bhavnagar

પાલીતાણા તાલુકાના પથિકાશ્રમ સંકુલ ખાતે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાના હસ્તે તેમજ ધારાસભ્ય ભીખાભાઈ બારૈયાની પ્રેરક ઉપસ્થિતિમાં પાલીતાણા તાલુકા પંચાયત ભવનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

રૂ.૫ કરોડના ખર્ચે આધુનિક સુવિધાઓથી સજ્જ તાલુકા પંચાયત ભવનનું નિર્માણ થશે તાલુકા પંચાયત ભવનનું નિર્માણ થવાથી તાલુકાના લોકોને કામકાજમાં વધુ સરળતાથી થશે

નવું નિર્માણ પામનાર‌ તાલુકા પંચાયત ભવનમાં તાલુકા વિકાસ અધિકારી, તાલુકા પંચાયત પ્રમુખશ્રી, ચેરમેનશ્રી તેમજ ગ્રામ વિકાસની ઓફિસો, મિટિંગ હોલ, કોન્ફરન્સ રૂમ, એકાઉન્ટ સ્ટાફ રૂમ, ટોઇલેટ, RO તથા કૂલરની વ્યવસ્થા, વાહન પાર્કિંગની સુવિધા, રોડ-રસ્તા તથા પાણી સ્ટોરેજની સુવિધાઓની સાથે દિવ્યાંગો માટે અલગ ટોઇલેટ તથા રેમ્પની અલાયદી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. આમ ગ્રાઉન્ડ ફ્લોર તથા ફર્સ્ટ ફ્લોરમાં અત્યંત આધુનિક સુવિધા સજ્જ તાલુકા પંચાયત ભવનનું નિર્માણ થશે આ તાલુકા પંચાયત ભવનનું નિર્માણ થવાથી તાલુકાના લોકોના કામકાજ વધુ સરળતાથી થશે

પાલીતાણાના પથિકાશ્રમ ખાતે યોજાયેલા ભૂમિપૂજન કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી હનુલ ચૌધરી, તાલુકા વિકાસ અધિકારીશ્રી જયરાજસિંહ ગોહિલ, પૂર્વ ધારાસભ્ય અને હાઉસીંગ બોર્ડના ચેરમેન શ્રી મહેન્દ્રસિંહજી સરવૈયા, અગ્રણી શ્રી દિગ્વિજયસિંહ ગોહિલ, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી જીગરભાઈ વાઘેલા સહિત અધિકારીઓ-પદાધિકારીઓ તેમજ પાલીતાણાના નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા

રિપોર્ટ વિજય જાદવ પાલીતાણા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પ્રેરણા ફાઉન્ડેશન અને વન વિભાગ દ્વારા ઉત્તરાયણ પર્વ પર પક્ષી બચાવ સંયુક્ત અભિયાન હાથ ધરવામાં આવ્યું છે

ઉત્તરાયણ પર્વ નજીક આવી રહ્યું છે. પતંગોત્સવના આ આનંદમય દિવસોમાં મોટાભાગે સૌ કોઈ…

વલભીપુરના દિવંગત શિક્ષક દીપકભાઈ જયપાલની ઉત્તરક્રિયામાં રક્તદાનનો અનોખો સેવાયજ્ઞ: ૮૦ બોટલ લોહી એકત્ર થયું

શોકને સેવામાં બદલતા જયપાલ પરિવારની નવી પહેલ; દિવંગત શિક્ષકની સ્મૃતિમાં સ્નેહીજનો…

વલભીપુરના યુવા અગ્રણી બ્રીજરાજસિંહ ગોહિલના ૩૯મા જન્મદિનની અનોખી ઉજવણી: સેવાનો ત્રિવેણી સંગમ રચાયો

​શાંતિનિકેતન શાળાના ભૂલકાઓ સાથે પતંગ-ચીકીનું વિતરણ કરી કેક કાપી ઝૂંપડપટ્ટીના…

આત્મનિર્ભર હણોલ મહોત્સવમાં રાજ્યપાલ, કેન્દ્રિય મંત્રી, ખેલાડીઓ સહિત ખ્યાતનામ હસ્તીઓ જોડાશે

૧૩મી જાન્યુઆરીથી ત્રણ દિવસ હણોલ વિવિધ મહાનુભાવોની ઉપસ્થિતિમાં કાર્યક્રમોની…

1 of 71

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *