પ્રાકૃતિક ખેતી તરફ વળી અન્ય ખેડૂતોને પ્રેરણા આપી રહિયા છે
પાલીતાણા તાલુકા ના ખેડૂત ભરતભાઇ ધંધુકિયા એ રાસયણીક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી તરફ વધી હાલ સારી કમાણી કરી રહિયા છે વિવિધ પાક મેળવી અન્ય ખેડૂતો ને પણ પ્રાકૃતિક ખેતી તરફ વળે તેવી પ્રેરણા આપી રહિયા છે

ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના જામવાળી ગામે રહેતા ખેડૂત ભરતભાઈ ધંધુકિયાએ પ્રાકૃતિક ખેતી થકી વિવિધ પાકોની ખેતી કરી આજે સારી કમાણી કરી રહિયા છે શરૂઆતમાં ભરતભાઈ રસાણીક ખેતી કરતા હતા પરંતુ રાસણીક ખેતી માં ખૂબ મુશ્કેલીઓ અને ખાતર બિયારણ નો મસ મોટો ખર્ચ થતો તેની સામે ઉપજ પણ નહિવત આવાના કારણે ભરતભાઇ કંટાળી ને પ્રાકૃતિક ખેતી કરવાની શરૂઆત કરી છે

સાથે રાસાયણિક ખેતીમાં લોકોનું સ્વાસ્થ્ય બગડવાના કારણે પણ ભરતભાઈ પ્રાકૃતિક ખેતી કરી હાલ લોકોના સ્વાસ્થ્ય ઉપર ધ્યાન આપી રહ્યા છે હાલ ભરતભાઈ એ પોતાના ખેતરમાં વિવિધ પાક જેમાં બાગાયતી પાક જમરૂખ શેરડી કેળા પોપૈયા નુ વાવેતર કર્યું છે સાથે મુખ્યત્વે હળદર કે જે લોકોના સ્વાસ્થ્ય માટે બહુ સારી કહેવામાં આવે છે તેનું વાવેતર કરી હાલ ભરતભાઈ સારી કમાણી કરી રહ્યા છે
પાલીતાણા તાલુકાના જામવાળી ગામના ખેડૂત ભરતભાઈ ધંધુકિયાએ 8 વીઘા ના ખેતરમાં વિવિધ પાકો જેવા કે મગફળી કપાસ જુવાર શાકભાજી અને બાજરી જેવા જે પાકો છે તે પાકોનું પણ પ્રાકૃતિક એટલે કે ગાય આધારિત ખેતીથી હાલ પાક લય રહ્યા છે ભરતભાઈ નું કેવું છે કે ગાય આધારિત ખેતી થી લોકોના સ્વાસ્થ્યને પણ સારું રાખવામાં આવે છે
તો બીજી તરફ પોતાની જે જમીન છે તે પણ નરમ રહે છે પ્રાકૃતિક ખેતી જેમાં મિશ્ર પાક પદ્ધતિથી આ ખેતી કરવામાં આવી રહી છે જેમાં બીજા મૃત જીવામૃત ધનજીવન મૃત અચ્છા ધન મૃત વાપસા જેવા પદાર્થો કે જે ગાય આધારિત છે જેમાં ગાયનું અર્ક નો મિશ્રણ કરી ખાતર બનાવવામાં આવે છે અને અને આ ખાતર બનાવી પોતાના ખેતરમાં રહેલ જે પાકોનું વાવેતર કર્યું છે તે વાવેતરમાં ઉપયોગ કરી સારું એવું ઉત્પાદન મેળવી રહ્યા છે સાથે રાજ્ય સરકાર ના પ્રાકૃતિક ખેતી ના નેમ ને આગળ વધારી અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી તરફ વાળી પ્રાકૃતિક ખેતી કરવા પ્રોત્સાહન કરી રહ્યા છે
રિપોર્ટર વિજય જાદવ પાલીતાણા
















