દેશસેવાની ભાવના, શિસ્ત, હિંમત અને આત્મવિશ્વાસનું ઉત્તમ પ્રતિક બની દીકરી ઈલા મકવાણાએ સમગ્ર સમાજ સાથે પાલિતાણાનું ગૌરવ વધાર્યું છે
દીકરી ઈલા મકવાણા પશ્ચિમ બંગાળ ખાતે BSF (બોર્ડર સિક્યુરિટી ફોર્સ) ની કઠિન તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરી પોતાના વતન પરત પધાર્યા છે
જૈન સેવા સમાજના દવાખાના પાસેથી શહેરની મુખ્ય બજારમાં શોભા યાત્રા ફેરવવામાં આવી એસટી બસ સ્ટેન્ડ પાસે યાત્રા પૂર્ણ કરવામાં આવી
આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ ભવ્ય સ્વાગત સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે પરિવારજનો, સમાજના આગેવાનો, મિત્રો તથા નગરજનો દ્વારા દીકરી ઈલાનું સન્માન કરી તેમની સફળતાને વધાવવામાં આવી આ સમારોહ નારી શક્તિ, દેશભક્તિ અને યુવાનો માટે પ્રેરણારૂપ બનશે

રિપોટર વિજય જાદવ પાલિતાણા
















