રિપોર્ટ અનુજ ઠાકર.
શિયાળાની સવાર અને સાંજ જ્યારે ગુલાબી ઠંડીનો અહેસાસ કરાવે, ત્યારે ગુજરાતીઓના મનમાં સૌથી પહેલો વિચાર એક જ આવે કે, ગરમાગરમ અને મસાલેદાર દેશી ભોજન થઈ જાય. એમાં પણ થોડા વર્ષોથી ઉત્તર ગુજરાતની ફેમસ પૌષ્ટિક વાનગી એટલે ‘તુવેર ટોઠા’ અમદાવાદીઓના મોંઢે ચઢી ગઈ છે. શિયાળાની શરૂઆત થાય એટલે અમદાવાદમાં અલગ અલગ જગ્યાએ ટોઠા પાર્ટીનું આયોજન થવાનું શરું થઈ જાય છે.

આ જ શિયાળાની મોજને ઉજવતા ટાફ ગ્રુપના સભ્ય પ્રતિકભાઈ પટેલ દ્વારા તેમની જાણીતી બ્રાન્ડ 8 The Pizza Stone ખાતે ગઈકાલે ભવ્ય ટોઠા પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ટાફ અને અમદાવાદ એક્ટીવ આર્ટીસ્ટ એલાયન્સના સહયોગથી યોજાયો હતો.
કાર્યક્રમમાં સ્વાદિષ્ટ ટોઠાના ભોજન સાથે DJ નમન દ્વારા ધમાકેદાર ડીજે પાર્ટી પણ રાખવામાં આવી હતી. ટાફ ગ્રુપના સભ્યો ઉપરાંત ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને સાહિત્ય જગતના અનેક જાણીતા ચહેરાઓ હાજર રહ્યા હતા જેમાં જીતેન્દ્ર ઠક્કર, સુનિલ વિશ્રાણી, મૌલિક ચૌહાણ, પ્રાપ્તિ અજવાળીયા, મોહિત શર્મા, ઇન્દુ સરકાર, પાર્થ મધુકૃષ્ણ, રુષભ થાનકી, નૈસર્ગ મિસ્ત્રી અને અરવિંદ વેગડા, મોડલ દિપીકા પાટીલ સહિત GIFA ના ફાઉન્ડર હેતલભાઈ ઠક્કર સહિત સૌએ સાથે મળીને ભોજનની મજા લીધી, સંગીત પર ઝૂમ્યા અને આનંદના પળોને યાદગાર બનાવી દીધી. આ પ્રસંગે શહેરના જાણીતા કવિગણ-સાહિત્યકારો ભાવેશ ભટ્ટ, મધુસૂદન પટેલ, કૃણાલ પટેલ, વિરલ અને વિશાલ દેસાઈ બંધુઓ અને મિડીયા જગતના પણ મિત્રો એ હાજરી આપીને કાર્યક્રમની રોનક માં ઉમેરો કર્યો હતો.
હાલ ચાલી રહેલ તહેવારમાં ક્રિસમસના માહોલને વધુ રંગીન બનાવતાં હાજર મહેમાનો અને ગ્રુપના સભ્યોએ સાન્તા કેપ પહેરીને ડાન્સ સાથે ઉજવણી કરી. સ્વાદ, સંગીત અને સ્નેહથી ભરપૂર આ ટોઠા પાર્ટીએ તો મજા કરાવી દીધી. ખાસ નોંધવાની બાબત એ છે કે પ્રતિકભાઈ એ પોતે લગભગ 3 કલાક જેટલો સમય લઈને પોતાના હાથે જ સૌ મહેમાનો માટે ટોઠા બનાવ્યા હતા જેમાં એમનો પ્રેમ ભારોભાર છલકાતો હતો.


















