ટૂંક સમયમાં વિમોચિત થઈ રહ્યું છે.
॥ શિક્ષણ જગતનું પ્રેરણાત્મક પુસ્તક ॥
આઝાદી પૂર્વે 1919માં સ્થપાયેલ ખ્યાતનામ સંસ્થા સર્વ વિદ્યાલય હાઈસ્કૂલ કડી, જિ. મહેસાણાના પૂર્વ આચાર્યશ્રી ફુલજીભાઈના [ વર્ષ 1995થી 2008 ] સમય દરમિયાન, સર્વ વિદ્યાલયની સમગ્ર ટીમ મારફત થયેલ કાર્યની રસપ્રદ વિગતોની વિસ્તૃત માહિતી આ પુસ્તકમાં આલેખાયલ છે.
256 પૃષ્ઠનું આ પુસ્તક શતાબ્દિ પહેલાં જેમણે સંસ્થાની સ્થાપના કરી એ આદ્યસ્થાપક આ.છગનભા તથા જેમણે સંસ્થાને વૈશ્વિક કક્ષાએ ઉજાગર કરવા અથાગ પુરુષાર્થ કર્યો એવા પૂર્વ ચેરમેન સાહેબ આ. માણેકભાઈ પટેલ સાહેબને સર્જકે અર્પણ કરેલ છે.
આ પુસ્તક વિવિધ 16 વિભાગોમાં આલેખિત છે.જેમાં આચાર્યશ્રીની ટૂંકી જીવન ઝરમર સાથે સંસ્થાની પ્રણાલી મુજબ શૈક્ષણિક, સહ શૈક્ષણિક તથા છાત્ર નિવાસ જીવન કાર્ય પદ્ધતિની વિસ્તૃત, તવારિખ મુજબ અને જરુરી જગ્યાએ આંકડાકીય આધાર સહ પેશ કરવા સર્જકે સ્તુત્ય પ્રયત્ન કર્યો છે.
જેમાં લગભગ 300 આસપાસના વિદ્યાર્થીઓને વ્યક્તિગત વિવિધ અનેક પ્રવૃત્તિઓ સાથે નામજોગ યાદ કર્યા છે.એક શ્રેષ્ઠ શાળા વિદ્યાર્થીઓના ન માત્ર અક્ષરજ્ઞાન માટે,બલ્કિ જીવન ઘડતર માટે શાલેય શિક્ષણ સાથે સાથે વૈવિધ્ય પૂર્ણ સહ શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરી- કરાવી શકે અને એવા જીવન ઘડતર થકી સમાજને એનાં કેવાં, કેટલા પ્રમાણમાં સુફળ ચાખવા મળી શકે ?
એનું સુંદર આલેખન આ પુસ્તકમાં થયું છે.આ પુસ્તકની ધ્યાન ખેંચનાર બાબત એ છે કે એ સમય દરમિયાનનું છાત્રધન કેવું ઘડાયું છે એની આછી રુપરેખા પણ એમાં પ્રસ્તુત કરેલ છે. નવી શિક્ષણનીતિનું અમલીકરણ કરવા પ્રેરણાત્મક માર્ગદર્શન આપી શકવા યોગ્ય આ પુસ્તક ગણી શકાય. વિશેષ જાણકારી તો એના પ્રત્યક્ષ સક્ષાત્કાર તથા અધ્યયનથી મળી શકે. આગામી ટૂંક સમયમાં એનું વિમોચન થનાર છે.
















