અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: અમદાવાદ પાલડી ખાતે શ્રી પંકજ જૈન સંઘના 50મી સાલગીરીની ધ્વજાની સુવર્ણ મહોત્સવ તારીખ ૧૭ થી ૨૫ જાન્યુઆરી સુધી યોજવા જઇ રહ્યો છે.
આ ૫૦મી સાલગીરીની ધ્વજા સુવર્ણ મહોત્સવનો પ્રારંભ ૧૭ જાન્યુઆરી પોષ વદ ચૌદસના શનિવારના રોજ આ જૈન સંઘના સ્થાપક પ.પૂ. આ. શ્રી ભદ્રંકરસૂરીશ્વરજી મહારાજાના પ્રશિસ્ય રત્ન પૂજ્ય બાપજી મહારાજ સાહેબની ઉજ્જવલ પરંપરાના સંવાહક ગચ્છાધિપતિ પ.પૂ.આ.શ્રી નરરત્નસૂરીશ્વરજી મહારાજ સાહેબની નિશ્રામાં યોજાનાર છે. આ ધ્વજા સુવર્ણ મહોત્સવ મહા સુદ ૬ ને ૨૫ જાન્યુઆરીના રોજ સમાપન થશે.
મહોત્સવના પ્રથમ દિવસે ૧૦૦૮ જેટલા જૈન શ્રાવક અને શ્રાવીકા સામુહિક આયંબીલ તપ કરશે. મહત્વની વસ્તુ એ છે કે જૈન શ્રાવક અને શ્રાવિકા ને જૈન ધર્મના જ્ઞાનની કસોટી રૂપે તારીખ ૧૯ જાન્યુઆરીના રોજ રાત્રે ૮ કલાકે કૌન બનેગા સમ્યકજ્ઞાની ની કસોટી પણ રાખવામાં આવેલ છે. આમા બાળકોના જ્ઞાનમાં જૈન શાસનની કાર્ય શૈલીનુ વધારાનું જ્ઞાન મળી શકે તે માટે આ ક્વીઝનું આયોજન
કરેલ છે.
પંકજ જૈન સંઘના ટ્રસ્ટી અશોકભાઈ જયંતીલાલ શાહ એ પંકજ જૈન સંઘની ૫૦મી સાલગીરીની ધ્વજા સુવર્ણ મહોત્સવ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે ૯ દિવસ ચાલનારા ધ્વજા સુવર્ણ મહોત્સવ દરમ્યાન ૨૪ ભગવાનના ત્રિગડા સાથે સ્નાત્ર મહોત્સવ જેમાં શ્રી સંભવનાથ ભગવાન, આદિશ્વર ભગવાન અને મહાવીર સ્વામી ભગવાનના સમાવેશ થાય છે. આ મહોત્સવ દરમ્યાન કુંભ સ્થાપના, જવારા રોપણ, અર્હત મહાપૂજન, દિપક સ્થાપના, નવગ્રહ પાટલા પૂજન, અષ્ટમંગલ પાટલા પૂજન જેવા વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે.
તારીખ ૧૭જાન્યુઆરીના રોજ સવારે ૮:૩૦ કલાકે ગુરુ ભગવંતો નો રાજાશાહી પ્રવેશ, સામુહિક ૧૦૦૮ આયંબીલ તપ. તારીખ ૧૮ જાન્યુઆરીના રોજ સંગીતકાર(શ્રીપાળ રાજા) નો વિશિષ્ટ ચોવીસ ત્રીગડા સાથે ભવ્ય સ્નાત્ર મહોત્સવ, રાત્રે ૮ કલાકે “હર કાર્ય સંભવ હૈ” વિષય પર શ્રી રાહુલ કપૂર જૈન (મોટીવેશનલ સ્પીકર) યુવાનોને પ્રોત્સાહિત કરશે.૧૯જાન્યુઆરીના રોજ સવારે ૮:૩૦ કલાકે શ્રી ભક્તામર પૂજન અને ૨:૩૦ વાગે પાશ્વ પંચ કલ્યાણકની પૂજા. ૨૦ જાન્યુઆરી ના રોજ સવારે ૮:૩૦ કલાકે શ્રી સંતિકરું પૂજન બપોરે ૨:૩૦ કલાકે સાધ્વીજી ભગવંતો નું પ્રવચન. ૨૧ જાન્યુઆરીના રોજ ભવ્ય અર્હત મહાગુજન ૧. ૨૨ જાન્યુઆરીના રોજ સવારે ૮:૩૦ કલાકે ભવ્ય અર્હત મહાગુજન ૨.રાત્રે ૮ કલાકે “એક શામ સંભવનાથ ભગવાન કે નામ”.. ૨૩ જાન્યુઆરી રોજ સવારે ૮:૩૦ કલાકે ભવ્ય રથયાત્રા બપોરે ૧૨:૩૦ કલાકે અર્હત પૂજન 3 તેમજ સાંજે ૮ કલાકે મહા આરતી. ૨૪ જાન્યુઆરી રોજ બપોરે ૧૨:૩૯ કલાકે બૃહદ શાંતિ સ્નાત્ર, સાંજે ૭ કલાકે મહાપૂજા ઉદઘાટન, જિનાલય. ૨૫મી જાન્યુઆરીના રોજ સવારે શુભ મુહુતૅ દ્વાર ઉદ્ઘાટન, સત્તર ભેદી પૂજા સંભવ મહિલા મંડળ દ્વારા ભણાવશે.
















