Ahmedabad

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ હિમાચલ પ્રદેશના પ્રતિનિધિ મંડળ સાથે અમદાવાદ ફ્લાવર શો અને અટલબ્રિજની મુલાકાત લીધી

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાતની મુલાકાતે પધારેલા હિમાચલ પ્રદેશના સાંસદઓ અને ધારાસભ્યઓના પ્રતિનિધિ મંડળ સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો અને આઇકોનિક અટલબ્રિજની મુલાકાત લીધી હતી.

ભારત એક ગાથા’ થીમ પર આધારિત ૧૪મા ઇન્ટરનેશનલ ફ્લાવર શૉની મુલાકાત દરમિયાન રાજ્યપાલ અને પ્રતિનિધિ મંડળના સભ્યોએ ફૂલોથી કંડારેલી મનમોહક કૃતિઓ નિહાળી હતી. ભારતના ઉત્સવો, નૃત્ય શૈલીઓ, બાળકોનું ભારત, શાશ્વત ભારત અને ભારતની વૈશ્વિક સિદ્ધિઓને પ્રદર્શિત કરતા સ્કલ્પચર્સ જોઈને સૌ મહાનુભાવોએ હર્ષની લાગણી વ્યક્ત કરી હતી.

ખાસ કરીને, ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન પામેલા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના ફૂલ ચિત્ર (Floral Portrait), ‘સ્ત્રી સશક્તીકરણ’ થીમ પર આધારિત સ્કલ્પચર અને યુનેસ્કો દ્વારા જાહેર કરવામાં આવેલી અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર ‘દિવાળી’ પર તૈયાર કરાયેલી વિશેષ કૃતિઓ આકર્ષણનું કેન્દ્ર બની હતી. ફૂલ, કળા અને કલ્પનાના સંગમથી ભારતના ઇતિહાસ અને સંસ્કૃતિને રજૂ કરતી આ કૃતિઓએ મહેમાનોને મંત્રમુગ્ધ કર્યા હતા.

આ મુલાકાત દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછાનીધી પાનીએ રાજ્યપાલ અને પ્રતિનિધિ મંડળને ફ્લાવર શોના આયોજન, તેની પૂર્વતૈયારીઓ અને વિવિધ કલાત્મક કૃતિઓની તકનીકી વિગતોથી માહિતગાર કર્યા હતા. ફ્લાવર શો બાદ પ્રતિનિધિ મંડળે આઇકોનિક અટલ બ્રિજની મુલાકાત લીધી હતી અને તેના અદ્યતન ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પ્રશંસા કરી હતી.

આ પ્રસંગે લેડી ગવર્નર શ્રીમતી દર્શના દેવીજી, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અમૃતેશ ઔરંગાબાદકર અને જયેશ ઉપાધ્યાય સહિત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનના વરિષ્ઠ પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમદાવાદના આંગણે સૂરદાસશેઠની પોળ ૫૭૫ અંજનશલાકાની શાલગીરી ઉત્સવનો પ્રારંભ. મેયર રહ્યા ઉપસ્થિત

અમદાવાદ, સંજીવ રાજપૂત: રાજનગરના આંગણે સુરદાસ શેઠની પોળ, માંડવીની પોળ, અમદાવાદ…

Space Gen: Chandrayaan પહેલાં અભિનેતા નકુલ મહેતા અમદાવાદમાં ફ્લાવર શો અને આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2026માં રહ્યા ઉપસ્થિત

અમદાવાદ, એબીએનએસ: આ વખતે ગુજરાતની ફિઝામાં માત્ર પતંગો નહીં, દેશનો ગર્વ પણ આકાશે…

અમદાવાદ ખાતે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહના હસ્તે આદિ શંકરાચાર્ય ગ્રંથાવલીનું વિમોચન કરાયું

અમદાવાદ, એબીએનએસ, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે અમદાવાદ ખાતે…

1 of 27

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *