Latest

કચ્છના ધોરડોમાં યોજાશે સૌ પ્રથમ વાર ગ્લોબલ ગુજરાતી એવોર્ડ 2026

અમદાવાદ, સંજીવ રાજપૂત: 7–8 માર્ચના રોજ કચ્છના ધોરાડો ખાતે સંસ્કૃતિ અને સન્માનનો મહોત્સવ ગ્લોબલ ગુજરાતી એવોર્ડ્સ ૨૦૨૬ યોજવામાં આવશે આ ઉપરાંત ગુજરાતની સંસ્કૃતિને ઉજાગર કરતું એકઝીબિશન પણ યોજાશે.

ગુજરાતી કલા, સંસ્કૃતિ અને સર્જનાત્મક પ્રતિભાને વૈશ્વિક સ્તરે ઉજાગર કરવા માટે એક નવી અને મહત્વપૂર્ણ પહેલ રૂપે ગ્લોબલ ગુજરાતી એવોર્ડ્સની પ્રથમ આવૃત્તિનું સત્તાવાર લોન્ચિંગ કરવામાં આવ્યું. આ એવોર્ડ્સનું આયોજન AR9 હોલીડે પ્રાઇવેટ લીમીટેડ દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેમાં 7 માર્ચે કલ્ચરલ નાઈટ અને 8 માર્ચે ભવ્ય એવોર્ડ નાઈટનું આયોજન ગુજરાતના વૈશ્વિક ઓળખ ધરાવતા સ્થળ કચ્છ યાત્રા રિસોર્ટ, ધોરાડો (કચ્છના સફેદ રણ) ખાતે કરવામાં આવશે. આ એવોર્ડ્સના આયોજન અંગે ડાયરેક્ટર તથા કચ્છ યાત્રા રિસોર્ટના સ્થાપક અરવિંદ રૂપાલિયાએ અને હેતલ ઠક્કર દ્વારા પત્રકારોને માહિતી આપી હતી.

આ પ્રતિષ્ઠિત એવોર્ડ્સનું સંચાલન અને માર્ગદર્શન હેતલ ઠક્કર, જીગર ચૌહાણ અને વિવેક ઠક્કર દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ ગ્લોબલ ગુજરાતી એવોર્ડ્સ અંતર્ગત કલા, સંસ્કૃતિ, ક્રિએટર્સ, ફિલ્મ અને સંગીત ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર વ્યક્તિઓ ને 40થી વધુ કેટેગરીઓમાં સન્માનિત કરવામાં આવશે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

માંગરોળમાં મેઘતાંડવ! પ્રથમ રાઉન્ડમાં જ 38 ઈંચ વરસાદ, જનજીવન અસ્તવ્યસ્ત – હાઇવે ધોવાયો, લોકો બન્યા માનવતાની મિસાલ

જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં મેઘરાજાએ આ વખતે ધમાકેદાર બેટિંગ કરી છે. પ્રથમ વરસાદી…

ગુજરાત વિધાનસભા ૨૦૨૭ની તૈયારીઓ વચ્ચે બોટાદ જિલ્લા અખિલ ભારતીય યુવા કોળી સમાજ સક્રિય: નવી બોડીની જાહેરાત

​બોટાદ: આગામી ગુજરાત વિધાનસભા ૨૦૨૭ની ચૂંટણીઓના માહોલ વચ્ચે સામાજિક સંગઠનોમાં…

1 of 138

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *