Politics

NDA સાથે મળી ચૂંટણીઓ લડશે RLD. ગાંધીનગર જિલ્લા અધ્યક્ષની નિમણુંક કરાઈ

ગાંધીનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગાંધીનગર ખાતે રાષ્ટ્રીય લોકદળ પાર્ટીના નવા જિલ્લા અધ્યક્ષની નિયુક્તિ અને પાર્ટી કાર્યાયલનો આરંભ કરાયો.

NDA સાથે સંલગ્ન રાષ્ટ્રીય લોકદળ પાર્ટી દ્વારા ગાંધીનગર ખાતે ગાંધીનગર શહેર અને જિલ્લા અધ્યક્ષ તરીકે તરુણસિંહ વાઘેલાની નિયુક્તિ કરવામાં આવી અને પાર્ટી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે RLD ગુજરાતના અધ્યક્ષ પ્રકાશ રાજપૂત, ઉત્તર પ્રદેશથી ઉપસ્થિત ઓ ડી ત્યાગી, અમદાવાદ અધ્યક્ષ જગદીશ પ્રજાપતિ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા.

પ્રકાશ રાજપૂત દ્વારા રીબીન કાપી પાર્ટીને ખુલ્લું મુકવામાં આવ્યું હતું તો ગાંધીનગર જિલ્લા અધ્યક્ષ તરુણસિંહ વાઘેલાને સન્માનિત કરતા સર્ટિફિકેટ સાથે ગાંધીનગર જિલ્લાની કમાન સોંપવામાં આવી હતી જેમને ઉપસ્થિત આશરે 300થી વધુ કાર્યકરો અને લોકોએ વધાવ્યા હતા.

આ અવસરે ચૌધરી ચરણસિંહની નીતિઓ, સાથે સાથે યુવા અને મહિલા સશક્તિકરણ તેમજ તમામ વર્ગોને એકત્ર કરી પાર્ટીને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે. આ ઉપરાંત NDA સાથે મળી ચૂંટણીઓમાં પણ પાર્ટી ઝંપલાવશે અને ખેડૂતો અને મહિલાઓ માટે સેવાકીય કર્યો કરશે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભાજપના સદસ્યતા અભિયાન અંતર્ગત કાર્યકર્તા તરીકે સમગ્ર ગુજરાત રાજયમાં પ્રથમ ક્રમ મેળવતા વનરાજસિંહ એલ. બારડ

સમગ્ર દેશમાં બીજી સપ્ટેમ્બર-૨૦૨૪ થી માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી સાહેબના…

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ભાવનગર જિલ્લાની સંભવત: મુલાકાત સંદર્ભે સમીક્ષા બેઠક યોજાઇ

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ તારીખ ૨૧મી જુલાઈનાં ગુરુપૂર્ણિમાના અવસરે…

1 of 24

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *