bhavnagar

રાજપરા પ્રાથમિક શાળામાં કલર પ્રિન્ટરની ભેટ: શાહ પરિવાર દ્વારા પંથકની ૯ શાળાઓને સ્માર્ટ ટીવી અને શૈક્ષણિક ઉપકરણોનું વિતરણ

​પાલીતાણા: ​શિક્ષણ જગતમાં સેવાના અવસર રૂપે આજરોજ શ્રી રાજપરા પ્રાથમિક શાળા ખાતે એક ગરિમાપૂર્ણ કાર્યક્રમ યોજાયો હતો. શ્રીમતી જયાલક્ષ્મી પ્રવીણચંદ્ર બાબુલાલ શાહ ટ્રસ્ટ હસ્તે શ્રીમતી મીતાબેન વિપુલભાઈ શાહ તથા ચિ. વત્સલ, ચિ. નીલોની અને ચિ. જહાન્વી શાહ પરિવાર તરફથી શિક્ષણને વેગ આપવા માટે ઉમદા વસ્તુદાન કરવામાં આવ્યું છે.

પ્રસંગે આદરણીય શ્રી પરમાનંદદાદાના સુપુત્ર શ્રી અમિતભાઈ શાહ અને ડૉ. મોનાબેન શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનોનું શાળા પરિવાર દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

શાહ પરિવાર તરફથી રાજપરા પ્રાથમિક શાળાના વહીવટી અને શૈક્ષણિક કાર્યોમાં સુવિધા વધે તે માટે આધુનિક કલર પ્રિન્ટર અર્પણ કરવામાં આવ્યું હતું.
​ડિજિટલ શિક્ષણ માટે સ્માર્ટ ટીવીનું વિતરણ: પંથકની ૬ શાળાઓને બાળકોના આધુનિક શિક્ષણ માટે સ્માર્ટ ટીવીની ભેટ આપવામાં આવી હતી, જેમાં:પાણીયાળી વાડી શાળામોટી રાજસ્થળી કેન્દ્રવર્તી શાળા
​થોરાળી (ડેમ) શાળા રાણપડા કેન્દ્રવર્તી શાળા ગણેશનગર પ્રાથમિક શાળા આંબેડકર પ્રાથમિક શાળા

પ્રિન્ટરની સુવિધા: આ ઉપરાંત, અનિડા ડેમ પ્રાથમિક શાળા અને દેવલી કન્યાશાળાને પણ એક-એક કલર પ્રિન્ટર ભેટમાં આપવામાં આવ્યા હતા. સાથે જ પીપરડી-૨ પ્રાથમિક શાળાને પણ સ્માર્ટ ટીવી અર્પણ કરાયું હતું.

આ ઉમદા દાન બદલ જે તે શાળાના આચાર્યશ્રીઓ અને ગ્રામજનોએ દાતા પરિવારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. આ સાધનો દ્વારા સરકારી શાળાના બાળકોને ટેકનોલોજીના માધ્યમથી ભણવાની વધુ તક મળશે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

તળાજા તાલુકાના ફુલસર ગામે બહેનોને વિનામૂલ્યે શિક્ષણ આપતી શાળાની ભાડાના મકાન થી 100% પરિણામ સુધી ની સફર

આ સંસ્થાના કન્યાઓને મફત શિક્ષણ આપવાના પાયાના વિચાર સાથે ચાલતી એકમાત્ર શાળા શ્રી…

ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહતસેવા

તાજેતરમાં થયેલા ભારે વરસાદને કારણે પુર અસરગ્રસ્ત વિસ્તાર એવા ઉનાશહેર, ટીંબી…

રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન

ભાવનગર: સંજીવ રાજપૂત, એબીએનએસ: રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટે વધુ એક ગૌરવપૂર્ણ…

1 of 81

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *