surat

સીમાડા ચાર રસ્તા હવેથી જગદગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય ચોકથી ઓળખાશે.

સ્ટેન્ડિંગ સમિતિએ આપી મંજૂરી..

સીમાડા નાકા ખાતે 10 વર્ષથી વૈષ્ણવ સંપ્રદાયની શ્રી વ્રજવિલાસ હવેલી આવેલી છે અને વરાછા રોડ પર ખૂબ મોટી સંખ્યામાં વૈષ્ણવો રહે છે ત્યારે આરોગ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા અને ભારતીય જનતા પાર્ટીના પ્રયાસોથી સીમાડાનાકા ચાર રસ્તાને જગદગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય ચોક નામ કરવા માટે પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો જેને સ્થાયી સમિતિએ મંજુર કરી દીધો અને આજ રોજ શ્રી વ્રજવિલાસ હવેલીનાં 10 માં પાટોત્સવ નિમિતે   વૈષ્ણવાચાર્ય શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રી તથા વૈષ્ણવાચાર્ય શ્રી પુરુષોત્તમલાલજી મહારાજશ્રી તથા આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાના વરદ હસ્તે જગદગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય ચોકનું નામકરણ કરવામાં આવ્યું જેમાં ખૂબ મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા.

આમ હવેથી સીમાડા નાકા ચાર રસ્તા ને એક નવી ઓળખ મળી છે અને હવેથી આ ચાર રસ્તા જગદગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય ચોક તરીકે ઓળખાશે. આમ ભારતીય જનતા પાર્ટીના શાસકો એ વૈષ્ણવ સંપ્રદાયના સ્થાપક શ્રી વલ્લભાચાર્યજીના નામથી આ ચાર રસ્તાનું નામ મંજુર કરતા શ્રી વ્રજવિલાસ હવેલીનાં જયેશ લાખાણી, જીતુ ભીમાણી, રજની ચાંચડ, મુકેશ લાખાણી, વિશ્વાસ વેકરિયા, કિશન ગજેરા, અશ્વિન લીંબાસિયા, અજય સોંડાગર સહિત કમિટીના સભ્યો અને સુરતમાં વસતા લાખો વૈષ્ણવો ખૂબ આનંદ અને ગર્વની લાગણી અનુભવે છે અને ભારતીય જનતા પાર્ટીના શાસકોને અભિનંદન પણ પાઠવે છે..

રિપોર્ટર પાયલ પટેલ સુરત

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

શહીદ દિન નિમિત્તે દેશના અમર શહીદોને સુરત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ

સુરતઃ એબીએનએસ શુક્રવાર: ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં પોતાના પ્રાણોની આહુતિ…

ઝિમ્બાબ્વેના ઉપ રાષ્ટ્રપતિ અને તેમના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળની બે દિવસીય સુરત મુલાકાતનો આરંભ

પ્રથમ દિવસે હીરા-ટેક્સ્ટાઈલ એકમો અને સુમુલ ડેરીની મુલાકાતથી અત્યંત પ્રભાવિત…

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *