પોલીસ સાચી કામગીરી કરેતો પોલીસ ખરાબ અને પોલીસ કામગીરી ના કરે તો પોલીસ સારી ! એવા સૂત્રો દાંતા તાલુકામાં સાંભળવા મળી રહ્યા છે . દાંતા તાલુકામાં આવેલું નવાવાસ ગામ મા રોજ કેટલાક માથાભારે તત્વો ભારે ભીડ કરી ટોળા માં બેસેલા જોવા મળી રહ્યાં છે ત્યારે આ બાબતની જાણ દાંતા પોલીસ સ્ટેશન ના પીએસઆઈ એચ એલ જોષી ને થતા તેવો નવાવાસ ગામે આવી આવા તત્વો ને ચેતવણી આપી હતી અને કહ્યું હતુ કે માસ્ક પહેરો અને ભારે ભીડ ના કરો પણ આ બાબતની ગંભીરતા લીધા વિના ફરીથી નવાવાસ ગામે માથાભારે તત્વો ભારે ભીડ કરીને બેસવા લાગ્યા અને નવાવાસ ગામે ચાલતી ચર્ચા મુજબ છેલ્લા ઘણા સમયથી આ ગામમાં અમુક માથાભારે તત્વોનો ત્રાસ વધવા પામ્યો છે અને આ લોકો પોલીસને પણ ગણતા નથી આથી દાંતા પીએસઆઈ ફરીથી આવા તત્વો ને સબક શીખવાડવા ગયા અને 188 મુજબ કાર્યવાહી કરી રહ્યા હતા ત્યારે અમુક તત્વો તેમના વિડિઓ બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા.
દાંતાના પીએસઆઇ જાહેરમાં ગાળો બોલતા હોવાનો વિડિઓ અમુક વિધ્નસંતોષી લોકો દ્વારા વાઇરલ કરવામા આવ્યો હતો, જેમા અમુક વિધ્ન સંતોષી લોકો એ પીએસઆઇ ને બદનામ કરવા આ વિડિઓ વાઇરલ કર્યો હતો.નવાવાસ ગામ ના અમુક વિધ્ન સંતોષી લોકો કોરોના ગાઇડલાઇન નો ભંગ કરતા હતા અને પીએસઆઇ ની અપીલ ગણતા હતા નહી આથી દાંતાના પીએસઆઇ પોતાની ફરજ પર રહી નવાવાસ ગામના અમુક લોકોને ટોળે વળી ના બેસવાની સલાહ આપી હતી, પણ આવા માથાભારે તત્વો પોલીસની સૂચના નું પાલન કર્યું હતું નહી.દાંતાના પીએસઆઇ પોતાના વિસ્તારમા ફરી કોરોના ગાઈડલાઈન નું પાલન કરવાના પ્રયાસો કરી રહ્યા છે. ભૂતકાળ મા છાપી ગામમા પોલીસ પર હુમલો થયો તેવા દ્રશ્યો ભૂતકાળ માં બની ચૂક્યા છે તેવા દ્રશ્યો પણ નવાવાસ ગામમાં બનવાની શક્યતા જોવાઇ રહી હતી! પણ પોલીસની સતર્કતા થી થઈ શક્યું નહીં, નવાવાસ ગામની ધર્મપ્રેમી જનતા એ જણાવ્યું કે અમુક વિદન સંતોષી લોકો પોલીસને બદનામ કરવા આવા વિડિઓ બનાવી રહ્યા છે. હાલમા દાંતા પીએસઆઇ એચ એલ જોષી સમગ્ર તાલુકામા કરી રહ્યા છે સુંદર કામગીરી
ઉપરી અધિકારી એ દાંતા પીએસઆઈ ને ક્લીન ચીટ આપી
સોશિયલ મીડિયા પર અમુક આંધળા ભકતો વિડિઓ ની પૃષ્ટિ કર્યાં વિના વિડીઓ વાઈરલ કરી રહ્યા હતા અને જયારે આ વિડિઓ બનાસકાંઠા જિલ્લાના ઉપરી અધિકારી પાસે ગયો ત્યાર બાદ તેમને તપાસ કરતા જાણવા મળ્યું કે નવાવાસ ગામના અમુક તત્ત્વો ભારે ભીડ કરી જાહેરનામા નો ભંગ કર્યો હતો અને પોલીસે આવા લોકો પર 188 મુજબ કાર્યવાહી કરી છે અને વાઇરલ વિડિઓ મા પોલીસ પોતાની કામગીરી સાચી કરી રહી છે.