ગૂજરાત ના સૌથી મોટા શકિતપીઠ અંબાજી ખાતે હાલમા માં અંબા નુ મંદિર 13 એપ્રીલ થી બંદ રાખવામાં આવ્યું છે ત્યારે કોરોનાની બીજી લહેર થી લોકો ભારે હેરાન પરેશાન થઈ ગયા છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા ગુજરાતનાં સૌથી પછાત ગણાતા દાંતા તાલુકામાં કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે અને અહીં વર્ગ 1 ના ડોકટર થી લઈને વર્ગ 4 ના સફાઈ કામદારો સાચા અર્થમાં કોરોના વોરિયર્સ બની સફાઈ અભિયાન કરી રહ્યા છે.
અંબાજી આધ્યશક્તિ હૉસ્પિટલ ના ઉપરના માળે 13 એપ્રીલ થી કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે અને અહીં વર્ગ 1 ના ડોકટર થી લઈને સમગ્ર સ્ટાફ સાચા અર્થમાં દર્દીઓની સારવાર કરી રહ્યા છે ત્યારે વર્ગ 4 ના કર્મચારી એવાં સફાઈ કામદારો પણ રાત દિવસ અહી તમામ વિભાગો મા સફાઈ કરી સાચા કોરોના વોરિયર્સ બની લોકસેવા કરી રહ્યા છે. અહીં ફરજ બજાવી રહેલી 18 સ્ટાફ નર્સ અને 1 આયુર્વેદિક મેડિકલ ઑફિસર પણ દર્દીઓની ખડેપગે સેવા કરી રહ્યા છે.
:- 28 સફાઈ કામદારો છે સાચા કોરોના વોરિયર્સ :-
અંબાજી ખાતે આવેલી કોવિડ સેન્ટર ખાતે 28 સફાઈ કામદારો પોતાની સેવા આપી રહ્યા છે, જેમા 8 સફાઇ કામદારો સફાઇની સાથેસાથે ઓક્સીજન ના બોટલ લેવા છેક પાલનપુર સુધી જઇ રહ્યા છે, આ સફાઇ કામદારો 20 બેડ ના સાદા વોર્ડ મા અને 15 — 15 બેડ ના ઓક્સીજન વોર્ડ મા પણ સફાઇ કરી સાચા અર્થમાં કોરોના વોરિયર્સ બની રહ્યા છે.
:- 9 ડોકટરો ની ટીમ છે કોવિડ દર્દીઓ માટે :-
અંબાજી કોવિડ હૉસ્પિટલ ખાતે હાલમા ડોકટર શોભા ખંડેલવાલ સીવિલ હેડ ના માર્ગદર્શન નીચે કુલ 8 ડોકટર ફરજ બજાવી રહ્યા છે જેમાં ડોકટર રાજ સારસ્વત આરએમઓ ની કામગીરી કરી રહ્યા છે
રિપોર્ટ પ્રહલાદ પુજારી અંબાજી