જેની નોંધ બગસરા તાલુકા ના મુંજીયાસર ગામના જગવિખ્યાત લોકગાયિકા ને જાણ થતા આઇસોલેશન સેન્ટર સંચાલક સાથે સંપર્ક કરતા સેન્ટર મા ઘણી તબીબી સાધનો ની અગવડ હતી. જેથી આઈશોલેશન સેન્ટર માટે ઓકિસમીટર , થર્મોમીટર , ગ્લુકોમીટર , ડીજીટલ બ્લડપ્રેશર મશીન , N95 માસ્ક જેવી સાધનોની કીટ બનાવી સંચાલક રાજનભાઇ ને આપવામા આવી. અને આ મહામારી તબીબોને જરુર પડતી સાધનસામગ્રી માટે સેવા માટે અલ્પાબેન દ્વારા તૈયારી બતાવવામા આવી હતી અને વહેલી તકે કેમ આ મહામારી માથી બહાર આવીયે તે બાબતે ચર્ચા કરવામા આવી.આઇસોલેશન સેન્ટર મા રહેલ તમામ દર્દીઓ સાથે મુલાકાત કરી હુંફ આપી પોઝીટીવ વિચારો આપવામા આવ્યા. અને દર્દીઓના સગાઓને કોરોના સામેની લડાઇ મા ડર્યા વગર હીંમત રાખી સામનો કરવા જણાવ્યુ હતુ.

















