અમદાવાદ જિલ્લા કલેક્ટરની સૂચનાથી સમગ્ર કામગીરી તાદીકે હાથ ધરાઇ
*****************
તાત્કાલિક સારવાર કેન્દ્રમાં 40 પથારીની સુવિધા સહિતના અલાયદા બે વોર્ડ કાર્યરત કરવામાં આવ્યા
………………………….
તાઉ’તેની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને લઇ અમદાવાદ જિલ્લા કલેક્ટરશ્રીની સૂચનાથી અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં અલાયદી ૪૦ પથારીની વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે.
અમદાવાદ જિલ્લા તેમજ શહેરમાં તાઉ’તે ના સંભવિત વાવાઝોડાની અસરથી જાનમાલને હાનિ ન પહોંચે અથવા કોઇ વ્યક્તિ ઇજાગ્રસ્ત બને ત્યારે તેને સત્વરે સારવાર મળી રહે. તેની અગમચેતીના ભાગરૂપે આ સમગ્ર વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે.
અમદાવાદ જિલ્લા કલેક્ટર શ્રી સંદિપ સાગલેની સૂચના થી અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલના સુપ્રીન્ટેન્ડેન્ટ ડૉ. પીના સોની દ્વારા ટ્રોમા સેન્ટરમાં અલાયદા બે વોર્ડ કાર્યરત કરાવવામાં આવ્યા છે. જેમાં ૪૦ પથારીની વ્યવસ્થા કરવામાં આવી છે.
તાત્કાલિક સારવાર કેન્દ્રમાં સંભવિત અસરગ્રસ્તોને તમામ પ્રકારની આક્મિક સારવાર મળી રહે તે માટેનું સુદ્રઢ આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
કોરોનાની પ્રવર્તમાન સ્થિતિ અને તાઉ’તે વાવાઝોડાના આગોતરા આયોજનના ભાગરૂપે કોરોનાની તમામ ગાઇડલાઇનનું ચૂસ્તપણે પાલન થાય તેનું ધ્યાન રાખીને સમગ્ર વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે.