અરવલ્લી
આટલી બધી માટીનું પુરાણ કાયદેસર કે બીનકાયદેસર પ્રજામાં પૂછાતો પ્રશ્ન..?
ઉધોગ ની એનો.સી મંજૂરી લીધેલ છેકે કેમ તટસ્થ તપાસ નો પ્રશ્ન?
દાણાવાળા તળવા પાસે દબાણો નો સીલસીલો ચાલુ.. ખુલ્લું કરી તળાવ બચાવવા માગ!!
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના નનાનપુર ગામે સોનાસણ થી નનાનપુર ગામ પાસે દાંનાવાળુ તળાવ અને સરકારી જમીન નજીક એક ખેડૂતે જમીન વેચીને કોઈ ઉધોગવાળાને આ જમીન વેચતા અહીં મોટી ફેક્ટરી બનાવવા ના ચક્રો ગતિમાન થયા છે પરંતુ આ જમીન ખરીદનાર આ ફેક્ટરી વાળા ઈસમોએ સરકારી જમીન માં દબાણો કરી અન્ય ખેડૂતો ના સીમસેઢે કે ખેતરમાં જવા આવવા નો રસ્તો માટીથી પુરાણ કરીને બ્લોક કરી દીધો છે અને જેના કારણે અસંખ્ય ગરીબ મધ્યમ ખેડૂતો અને પશુપાલકો રસ્તો બ્લોક થતાં પરેશાન થઈ રહ્યા છે તો સરકારી જમીનમાં અન્ય રસ્તો પણ કાઢેલ છે તેમજ આટલા બધા ટ્રકો થી જે માટી પુરાણ કરાયેલ છે જેમાં તંત્ર ને પણ પૂછ્યા કે મંજૂરી વગર આટલી બધી માટીનું પુરણ ક્યાંથી કરવામાં આવ્યું છે તેમજ અહીં જે ફેક્ટરી કે ઉધોગ બંને છે તેની એન.ઓ.સી સહિત ની મંજુરી ઓ લેવામાં આવી છે કે કેમ એ પ્રશ્ન પણ ગ્રામજનો માં ચર્ચાસ્પદ બનવા પામ્યો છે આડેધડ માટી નાખતા દ્વિચક્રી વાહનો ચલાવતા લોકો પણ અકસ્માત નો ભોગ બની રહ્યા છે તો આજ જમીન માં જે સરકારી દબાણ તેમજ તમામ પ્રકારની મંજૂરીઓ લીધેલ છેકે કેમ એની જિલ્લા કલેકટર સહિતના ઉચ્ચ અમલદારો તપાસ કરે અને ગરીબ જનતા ને ખેડૂતો ની તમામ પ્રકારની મુશ્કેલીઓના નિરાકરણ માટે ગ્રામજનોએ માંગ કરી છે તેમજ ખેડૂત અને આગેવાન શ્રી રમેશપુરી રામપુરી દ્વારા તંત્ર અને કલેકટર સાબરકાંઠા ને લેખિત જાણ કરી છે તેમજ ગરીબ લોકોના હક્ક અને મુશ્કેલી ઓ માટે ન્યાયની દાદ માટે નામદાર કોર્ટ નો પણ આશરો લેનાર છે..