(અમિત પટેલ.અંબાજી)
હાલમા બનાસકાંઠા જિલ્લાના અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ/બિયર ની બોટલ નંગ 103 કુલ.મુ. કિ. રૂ.20370/- નો મુદૃામાલ પકડી પાડતી એલ.સી.બી.બનાસકાંઠા આમ અંબાજી પોલીસને આ દારૂ દેખાયો નહીં અને 60 કિલોમિટર દૂર બેઠેલી એલસીબી પોલીસે અંબાજી આવી દારુ નો કેસ દાખલ કર્યો
આવિષે IGP બોર્ડર રેન્જ ભુજ શ્રી જે.આર.મોથલીયા સાહેબ તથા SP બનાસકાંઠા – પાલનપુર શ્રી તરૂણ દુગ્ગલ સાહેબ નાઓએ પ્રોહી, જુગારની બદીને નેસ્તનાબુદ કરવા અંગે સુચના કરેલ હોય તેમજ શ્રી એચ.પી. પરમાર પોલીસ ઇન્સ્પેક્ટર તથા શ્રી આર.જી.દેસાઈ પો.સબ. ઇન્સ્પેક્ટર એલ.સી.બી. પાલનપુર નાઓના માર્ગદર્શન હેઠળ
એ.એસ.આઈ અલ્પેશભાઈ ,તથા અ.પો.કો.ઇશ્વરભાઇ નાઓ અંબાજી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન અંબાજી ગામે રહેતા હર્ષદગીરી મણિગીરી ગોસ્વામી નઓના રહેણાંક મકાનમા બાતમી હકીકત આધારે રેડ કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂ/બીયર ની બોટલ નંગ 103 કિ.રૂ.20370/- નો ગે.કા.અને વગર પાસ પરમીટ નો ભારતીય બનાવટ નો વિદેશી દારુ રાખી ઘરે હાજર મળી આવી ગુનો કરેલ હોઈ તેના વિરુદ્ધ માં પ્રોહીબીશન એક્ટ મુજબ અંબાજી પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી કરેલ છે
અંબાજી ખાતે હાલ ટીનીયો પણ દારુ વેચી રહ્યો હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે આ સિવાય એક મહિલા પણ સ્કૂટર ની ડિકી મા દારૂ ની હોમ ડિલિવરી કરી રહી છે, આવા તત્ત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે