Latest

રવિ બન્ના નું સાહસ અને પડકારો વચ્ચે સિધ્ધિ.અકસ્માત માં એક પગ ગુમાવ્યો પરંતુ હિંમત ગુમાવી નથી – ધારીનુ નામ દેશ માં ગુંજતું કર્યું….

ધારી નો એક નવયુવાન રવી બન્ના કે જેણે એક અકસ્માત માં એક પગ ગુમાવ્યો. નાનપણ થી અનેક સપના ઓ જોયેલા હતા પરંતુ વિધિના લેખ કાંઈક અલગ હતા . પરંતુ ક્યારેય જીવનમાં હાર સ્વિકારી ન હતી , આત્મવિશ્વાસ અડગ હતો, એમાં પણ જીવનસંગિની નો સાથ અને આત્મવિશ્વાસે નવી ચેતના આપી .

કાંઈક કરી બતાવવાની તાલાવેલી હતી . અંગત મિત્રો એ પણ ખુબખુબ દિલાસો આપી હિંમત વધારી. મોટાભાગના લોકો એક પગ ગુમાવતા ની સાથે પથારી પકડી લેતા હોય છે. જીવન થી હારી જતા હોય છે. પરંતુ રવી બન્ના એ સાગર કિનારે બેસીની સાગર નિહાળવાને બદલે સાગર માં ડુબકી મારી ને (જીવન સંધર્ષ કરીને) સાગર ના તળીયે જેવી રીતે મરજીવો પહોંચે એવી રીતે સફળતા મેળવવા માટે મહેનત શરૂ કરી .

એક પગે સડસડાટ ગીરનાર ની યાત્રા

આજથી એકાદ વર્ષ પેહલા પોતાની જીવનસંગિની અને મિત્રો સાથે ગીરનાર પર્વત ચડવા માટે પગથિયે ઉભો રહેનાર રવી બન્ના એ પોતાના આત્મવિશ્વાસ ના બળે માપી લીધો . ગીરનાર પર્વત ચડીને પોતે સાબીત કરી દીધું કે હિંમત હોય તો ગીરનાર પણ ટચુકડા ડુંગર સમાન લાગે.

નવરાત્રી ના રાસ ગરબા ની રમઝટ એક પગે

રવી બન્ના આમ જોઈએ તો આયોજક તરીકે ગણેશ મહોત્સવ, નવરાત્રી મહોત્સવ માં ભાગ લે છે. પરંતુ નવાઈ ની વાત એ છે કે એક પગ હોવા છતાં ડીજે ના તાલ સાથે રાસ ગરબા ની રમઝટ પણ બોલાવે છે. એમાં પણ રવી બન્ના ની તલવાર બાજી જોવા માટે લોકો ખાસ હાજરી આપે છે.

ક્રિકેટર બનવાનું સપનું – રોળાઈ એ પેહલા આત્મવિશ્વાસ અડગ રહીયો અને સફળતા મળી

રવી બન્ના ને નાનપણ થી ક્રિકેટ નો ભારે શોખ , એક સફળ ઓલરાઉન્ડરે અકસ્માતમાં એક પગ ગુમાવ્યો ક્રિકેટર તરીકે નું સપનું રોળાઈ ગયું . પરંતુ જીવનસંગિની એ હિંમત આપી. આત્મવિશ્વાસ વધાર્યો, પડોશ ના બાળકો સાથે વ્હીલચેર માં બેસીને ક્રિકેટ રમવાનું શરૂ કરેલ. જેમાં સફળતા પણ મળવા લાગી . જીલ્લા સ્તરે, રાજ્ય સ્તરે , દેશ સ્તરે નેશનલ વ્હીલચેર ક્રિકેટ ટીમ માં રમવાનું શરૂ કર્યું.

બધીજ મેચમાં રવી બન્ના છવાઈ ગયો એક પછી એક સફળતા મળવા લાગી. આખરે ઓડીસા ખાતે ગુજરાત ની નેશનલ વ્હીલચેર ક્રિકેટ ટીમ માં સ્થાન મેળવી ને રમવા ગયેલ. ફાઈનલમાં રનર્સ અપ થયને મેચ રમાઈ જેમાં પોતાની ટીમ નો વિજય થયેલ. આ વિજય માં સહુથી વધુ રન ફટકારનાર ખેલાડી તરીકે રવી બન્ના છવાઈ ગયેલ . અને આજે ધારીનુ નામ દેશ લેવલે સ્પર્ધા ઓમા રૌશન કરેલ છે.

રવી બન્ના આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સફળતા મેળવે એ માટે સહુ કોઈ શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. જીવન માં સંધર્ષ કરીને સફળતા પ્રાપ્ત કરનાર રવી બન્ના ને આપડે ફરી એકવાર ખુબખુબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ. આ સફળતા માટે કોઈ એમના માટે પ્રેરણાદાયક હોય તો તે એમની ધર્મપત્ની પણ છે કે જેણે હંમેશા જીવન માં ઉચ્ચી ઉડાન તેમનો પતિ રવી બન્ના ભરે એ માટે પ્રયત્ન કરેલા છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કેન્દ્રીય મંત્રી શ્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાએ બરડા ડુંગરમાં ૧૪૭ વર્ષ બાદ પુનઃવસેલા સિંહનાં દર્શન કર્યા

મંત્રીશ્રીએ અજમાભાટ નેસ અને બાળા નેસ મુલાકાત લઈ માલધારી પરિવારો સાથે સંવાદ…

અમરેલી જિલ્લાના સાવરકુંડલા, ધારી અને લાઠી, બગસરા, બાબરા બસ સ્ટેશન ખાતે ગ્રામહાટનો પ્રારંભ

ગ્રામીણ સ્વસહાય જૂથોની બહેનો દ્વારા ઉત્પાદિત હસ્તકલા અને ચીજવસ્તુઓના વેચાણ માટે…

ભારતની સમુદ્રી શક્તિ વધી રહી છે, નૌકાદળ દેશની સુરક્ષાનું મજબૂત કવચ: રક્ષામંત્રી રાજનાથ સિંહ

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: રક્ષામંત્રી રાજનાથ સિંહે વિશાખાપટ્ટનમમાં પૂર્વી…

1 of 145

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *