Latest

19 ફેબ્રુઆરી થી 2 માર્ચ 2027 સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: સૈન્ય ભરતી કચેરી, અમદાવાદ દ્વારા અગ્નિવીર (સામાન્ય ફરજો), અગ્નિવીર ટ્રેડ્સમેન (10મું પાસ), અગ્નિવીર ટ્રેડ્સમેન (8મું પાસ) અને અગ્નિવીર ટેકનિકલ હોદ્દાઓ માટે 19 ફેબ્રુઆરી 2027 થી 02 માર્ચ 2027 દરમિયાન શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, વિંઝોલ, ગોધરા ખાતે 21 જિલ્લા (અમદાવાદ, અરવલ્લી, આણંદ, બનાસકાંઠા, ભરૂચ, છોટાઉદેપુર, દોહાદ, ગાંધીનગર, ખેડા, મહિસાગર, મહેસાણા, નવસારી, નર્મદા, પંચમહાલ, સાબરકાંઠા, સુરત, ડાંગ, તાપી, વડોદરા, વલસાડ અને વાવથરાદ) તથા 02 કેન્દ્રશાસિત પ્રદેશો (દમણ, દાદરા અને નગરહવેલી)ના ઉમેદવારો માટે ભરતી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.

ઉપરોક્ત ભરતી રેલી માટેના પ્રવેશપત્ર શોર્ટલિસ્ટ થયેલા તમામ ઉમેદવારોને 15 સપ્ટેમ્બર 2026ના રોજ તેમના નોંધાવેલા ઈમેલ આઇડી પર મોકલી દેવામાં આવ્યા છે. ઉમેદવારોએ ભારતીય સૈન્યની વેબસાઇટ www.joinindianarmy.nic.in પર તેમના યુઝરનેમ અને પાસવર્ડ દ્વારા લૉગિન કરીને ભરતી માટેનું પ્રવેશપત્ર ડાઉનલોડ કરવાનું રહેશે. કોઈપણ પૂછપરછ માટે કૃપા કરીને 079-22861338 નંબર પર સૈન્ય ભરતી કચેરી, અમદાવાદનો સંપર્ક કરો.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભારતની સમુદ્રી શક્તિ વધી રહી છે, નૌકાદળ દેશની સુરક્ષાનું મજબૂત કવચ: રક્ષામંત્રી રાજનાથ સિંહ

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: રક્ષામંત્રી રાજનાથ સિંહે વિશાખાપટ્ટનમમાં પૂર્વી…

1 of 145

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *