Latest

યુવા લેખિકા વંશિકા કાંકરિયાનું પુસ્તક ‘Before Your Yes’ ૨૪ તારીખે અમદાવાદ બુક ફેસ્ટિવલમાં થશે લોન્ચ

રિપોર્ટર: અનુજ ઠાકર.
લગ્ન કરીને ‘સેટલ’ થવાનું સામાજિક દબાણ, વારંવાર લગ્નનાં માગાં આવવાં અને યોગ્ય જીવનસાથીની પસંદગીમાં થતી મૂંઝવણ… યુવાનોના જીવન સાથે જોડાયેલા આ વિષયો પર ખુલ્લા મને ચર્ચા કરવા માટે યુવા લેખિકા વંશિકા કાંકરિયા પોતાના પુસ્તક ‘Before Your Yes’ સાથે વાચકોને મળવા જઈ રહ્યાં છે.

અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ 2026 દરમિયાન વંશિકા કાંકરિયાનાં પુસ્તકનું લોન્ચિંગ સોમવાર, 26 ઑક્ટોબરના રોજ સાંજે 5:15થી 6 વાગ્યા દરમિયાન સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટરના ડોમ 02માં યોજાશે. કાર્યક્રમમાં વિશેષ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહેનાર લેખક, વક્તા, કોલમિસ્ટ એવા અભિમન્યુ મોદી છે.

કોલકાતાથી ગુજરાતમાં સ્થાયી થયેલી વંશિકા કાંકરિયાએ આ પુસ્તકમાં લગ્ન, સંબંધો, સામાજિક અપેક્ષાઓ અને યુવાનોની લાગણીઓ જેવા વિષયોને સ્પર્શ્યા છે. લગ્ન અંગે કોઈ નિર્ણય લેતાં પહેલાં પોતાની અપેક્ષાઓ, લાગણીઓ અને વિચારોને સમજવા તેમજ સંબંધો અંગે ખુલ્લા મનથી સંવાદ કરવાની જરૂરિયાત પુસ્તકના કેન્દ્રમાં છે.

આ કાર્યક્રમના માધ્યમથી યુવાનોને લગ્નનું દબાણ, લગ્નની પસંદગી અને સંબંધોની મૂંઝવણ જેવા મુદ્દાઓ પર પોતાના અનુભવો વહેંચવાની તથા મુક્ત મને ચર્ચા કરવાની તક મળશે.

‘થોડી ગેમ્સ રમીશું, મસ્તી કરીશું, ફોટોઝ પાડીશું અને બુક લઈશું’ એવા અનૌપચારિક માહોલમાં યોજાનારા આ કાર્યક્રમમાં લેખિકા સાથે ગપસપ, ઇન્ટરેક્ટિવ ગેમ્સ, ફોટોગ્રાફી અને પુસ્તક ખરીદવાની તક પણ મળશે. કાર્યક્રમનો હેતુ માત્ર પુસ્તક લોન્ચ કરવાનો જ નહીં, પરંતુ યુવાનોને લગ્ન અને સંબંધો અંગે પોતાના વિચારો વ્યક્ત કરવા માટે એક ખુલ્લું મંચ પૂરું પાડવાનો પણ છે.

યુવા લેખિકા વંશિકા કાંકરિયા તરફથી યુવાનો, વાચકો અને પુસ્તકપ્રેમીઓને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા, તેમની સાથે સંવાદ કરવા અને પુસ્તક લોન્ચિંગમાં સહભાગી બનવા હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે. લગ્નનું પ્રેશર અનુભવતા હોય, લગ્નની પસંદગીમાં મૂંઝવણ અનુભવતા હોય અથવા પોતાના મિત્રો-પરિચિતોના લગ્ન અંગે ચર્ચા કરવા ઇચ્છતા હોય, તેવા સૌને આ કાર્યક્રમમાં જોડાવા આમંત્રિત કરવામાં આવ્યા છે.

‘હા’ પાડતાં પહેલાં શું વિચારવું જોઈએ? આ સવાલને કેન્દ્રમાં રાખતું ‘Before Your Yes’ યુવાનોને લગ્ન અને સંબંધો અંગે પરંપરાગત અપેક્ષાઓથી આગળ વધીને વિચારવાની તક આપશે.

અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલનું આયોજન 24 ઑક્ટોબરથી 1 નવેમ્બર, 2026 દરમિયાન સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે કરવામાં આવ્યું છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

​બોટાદમાં સરકારી વકીલો, પોલીસ અધિકારીઓ અને મેજિસ્ટ્રેટ્સ માટે ભવ્ય કાનૂની તાલીમ શિબિર સંપન્ન

ગત તારીખ ૨૪ મી ઓક્ટોબર ૨૦૨૬ ના રોજ બોટાદ મુકામે મહાદેવ હોટલ ખાતે સરકારી વકીલો,…

કેન્દ્રીય મંત્રી શ્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાએ બરડા ડુંગરમાં ૧૪૭ વર્ષ બાદ પુનઃવસેલા સિંહનાં દર્શન કર્યા

મંત્રીશ્રીએ અજમાભાટ નેસ અને બાળા નેસ મુલાકાત લઈ માલધારી પરિવારો સાથે સંવાદ…

અમરેલી જિલ્લાના સાવરકુંડલા, ધારી અને લાઠી, બગસરા, બાબરા બસ સ્ટેશન ખાતે ગ્રામહાટનો પ્રારંભ

ગ્રામીણ સ્વસહાય જૂથોની બહેનો દ્વારા ઉત્પાદિત હસ્તકલા અને ચીજવસ્તુઓના વેચાણ માટે…

1 of 146

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *