Latest

સાબરકાંઠામાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી નિમિત્તે ‘રન ફોર યુનિટી’ યોજાઈ

લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે સાબરકાંઠા જિલ્લામાં ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીના ભાગરૂપે હિંમતનગર ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી રીનાબેન પટેલ અને સાંસદશ્રી શોભનાબેન બારૈયાની ઉપસ્થિતિમાં ‘રન ફોર યુનિટી’નું આયોજન કરવામાં આવ્યું હતું.

જિલ્લા કક્ષાની આ એકતા દોડનો પ્રારંભ હિંમતનગરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતેથી કરવામાં આવ્યો હતો. પોલીસ પરેડ ગ્રાઉન્ડથી શરૂ થયેલી આ દોડ શહેરના મુખ્ય માર્ગ પરથી પસાર થઈ ટાવર ચોક ખાતે આવેલા સરદાર વલ્લભભાઈ પટેલના સ્મારક પાસે પૂર્ણ થઈ હતી. જ્યાં ઉપસ્થિત મહાનુભાવોએ સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી પુષ્પાંજલિ પાઠવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત સૌએ રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના શપથ લઈ સરદાર સાહેબના રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સમર્પણના સંદેશને જીવનમાં ઉતારવાનો સંકલ્પ કર્યો હતો.

આ પ્રસંગે ઉપસ્થિત નાગરિકોએ રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના સૂત્રોચ્ચાર કરી સરદાર સાહેબના દેશની એકતા અને અખંડિતતાના સંદેશને જનજન સુધી પહોંચાડ્યો હતો.

આ કાર્યક્રમમાં હિંમતનગર ધારાસભ્યશ્રી વી.ડી. ઝાલા, નગરપાલિકા પ્રમુખશ્રી અરુણાબેન કડિયા, જિલ્લા કલેક્ટરશ્રી લલિત નારાયણ સિંઘ સાંદુ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એચ.પી. પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ, ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી કે.પી. પાટીદાર, તાલુકા પંચાયત પ્રમુખશ્રી, અગ્રણી કનુભાઈ પટેલ સહિત વિવિધ પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ, કર્મચારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા.

અહેવાલ દિનેશભાઇ સોનગરા હિંમતનગર..

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

​બોટાદમાં સરકારી વકીલો, પોલીસ અધિકારીઓ અને મેજિસ્ટ્રેટ્સ માટે ભવ્ય કાનૂની તાલીમ શિબિર સંપન્ન

ગત તારીખ ૨૪ મી ઓક્ટોબર ૨૦૨૬ ના રોજ બોટાદ મુકામે મહાદેવ હોટલ ખાતે સરકારી વકીલો,…

કેન્દ્રીય મંત્રી શ્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાએ બરડા ડુંગરમાં ૧૪૭ વર્ષ બાદ પુનઃવસેલા સિંહનાં દર્શન કર્યા

મંત્રીશ્રીએ અજમાભાટ નેસ અને બાળા નેસ મુલાકાત લઈ માલધારી પરિવારો સાથે સંવાદ…

1 of 146

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *