ગુજરાત રાજ્ય સહકારી સંઘ અમદાવાદ દ્વારા રાજ્ય ની કાર્યદક્ષતા અને સંગઠન શક્તિ ને પ્રોત્સાહિત કરી તેના વિકાસ માટે રાજ્ય સહકારી સંઘ દ્વારા વર્ષ 2025-26 માં ઉત્કૃષ્ટ કામગીરી કરતી ગુજરાત ની મહિલા સહકાર મંડળીઓ ની શિલ્ડ હરિફાઈ યોજવામાં આવી હતી..
જેમાં શ્રી સોરઠ મહિલા વિકાસ સહકારી મંડળી કોડીનાર ને દ્વિતીય ક્રમે આકર્ષક શિલ્ડ અને પ્રસસ્તી પત્ર એનાયત કરવામાં આવ્યું જે બદલ રાજ્ય સહકારી સંઘ વતી શ્રી સોરઠ મહિલા વિકાસ સહકારી મંડળીના સ્થાપક શ્રી મોતી બેન ચાવડા, મંડળીના ના પ્રમુખ શ્રી શ્રીમતિ જયાબેન દાહીંમાં,મંત્રી શ્રીમતિ ધર્મિસ્થા બેન વાળા, કે વિ કે માં ફરજ બજાવતા તથા મંડળીના પ્રોફેશનલ ડાઇરેક્ટર શ્રીમતિ હંસાબેન પટેલ, કર્મચારી ગણ કુ.રીનકલ ચૌહાણ, દિવ્યા બેન તથા કીરણ બેન,માસ્ટર ઈવી કુ.પ્રભા બેન મોરી તથા કો -ઓરડીનેટર બહેનો શ્રીમતિ અનિતાબેન, અજય બેન, વર્ષા બેન, રેખાબેન,પુષ્પા બેન,દ્રષ્ટિ બેન,પારૂલ બેન,વનિતા બેન તથા મંડળીના ના સર્વે સભાસદ બહેનોની સક્રિય ભાગીદારી અને સહકારની ભાવનાને ગુજરાત રાજ્ય મહિલા સંઘ વતી બિરદાવવામાં આવી અને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા
















