Latest

વ્યારા મિશનનાકા ખાતે આરોગ્ય મંત્રીશ્રી પ્રફુલ પાનશેરીયાએ ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાર્પણ કરી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા

તાપી ​જિલ્લાના ૭૨ કલાક પ્રવાસ કાર્યક્રમના પ્રથમ દિવસે શુક્રવારે સવારે રાજ્યના આરોગ્ય મંત્રીશ્રી પ્રફુલ પાનશેરીયાએ પ્રવાસના પ્રારંભે સૌપ્રથમ સુપ્રસિદ્ધ અંબાજી મંદિર ખાતે માતાજીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા.

ત્યારબાદ તેમણે વ્યારા સ્થિત મિશનનાકા ખાતે મહાન ક્રાંતિકારી જનનાયક ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાર્પણ કરી ભાવપૂર્વક વંદન કર્યા હતા. આ સાથે જ મંત્રીશ્રીએ બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકર અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પણ પુષ્પાંજલિ અર્પણ કરી આદરપૂર્વક નમન કર્યા હતા.

​આ પ્રસંગે મંત્રીશ્રીએ ભગવાન બિરસા મુંડાના દેશપ્રેમ, આદિવાસી સમાજના ઉત્થાન અને જળ-જંગલ-જમીનની રક્ષા માટેના તેમના અમૂલ્ય યોગદાનને યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પી હતી.

​આ કાર્યક્રમમાં વ્યારાના ધારાસભ્યશ્રી મોહનભાઈ કોંકણી, જિલ્લા સંગઠન પ્રભારી ડૉ. જગદીશભાઈ પટેલ, જિલ્લા અગ્રણીશ્રી સુરજભાઈ વસાવા સહિત સંગઠનના વિવિધ હોદ્દેદારો, સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જામનગરનું આકાશ ગુંજયું.. ભારતીય વાયુસેના દ્વારા ‘સહાયતા સેતુ – 2026’ નું સફળ આયોજન સાથે ભવ્ય સમાપન

જામનગર સંજીવ રાજપૂત, એબીએનએસ, ભારતીય વાયુસેના દ્વારા હેડક્વાર્ટર ઇન્ટિગ્રેટેડ…

ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે ખેડબ્રહ્મામાં જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી અંતર્ગત યુવા સભા યોજાઈ

કૃષિ અને સહકાર મંત્રી જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં યોજાયેલી યુવા સભામાં મોટી…

1 of 148

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *