(અમિત પટેલ.અંબાજી)
ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં અહીં માંગો ત્યારે વીદેશી દારૂ મળી રહે છે પરંતુ સામે પોલીસ દ્વારા પણ આવા લોકો સામે કેસ દાખલ કરવામાં આવે છે અને આવો દારૂ પકડવામાં આવે છે, અંબાજી શક્તિપીઠ નજીક બંને તરફ રાજસ્થાન બોર્ડર આવેલી છે હાલમાં સિરોહી પોલીસમા એસપી સહીત 6 પીઆઈ ની બદલી થયા બાદ પણ હજુ વધુ પોલીસ જવાનો પર પગલાં લેવામાં આવી શકે છે તેવી શક્યતા જોવાઇ રહી છે,11 જૂન ના રોજ અંબાજી થી લગભગ 8 કિલોમીટર દુર આવેલી જાંબુડી બોર્ડર રાજસ્થાન સરહદ પર વિદેશી દારૂ નો ઠેકો રાજસ્થાન સરકાર દ્વારા આપવામાં આવેલ છે પણ આ ઠેકા વાળા સાંજે 5 વાગે મેન શટર બંદ કરી પાછળની બારી ખોલી ગેર કાયદેસર વિદેશી દારૂ વેચી રહ્યાં છે.
જાંબુડી બોર્ડર પર થી ગેર કાયદેસર દારૂની લાઈનો ચાલે છે અને અહીં ચોકી પર પોલીસ સ્ટાફ હોવા છતાં ચોક્કસ કોડ વાળી ગાડીઓ હજી પણ દારૂની લાઈનો ચલાવી રહ્યા છે અને આજ કારણોસર સિરોહી ના એસપી હિંમત અભિલાષ ટાંક ની બદલી કરાઈ હતી પણ નવા એસપી ધર્મેન્દ્ર સિંહ યાદવ આવ્યાં બાદ પણ આવી લાઈનો ચાલી રહી છે અને જાંબુડી રાજસ્થાન બોર્ડર પર દારૂના ઠેકા વાળા રાત્રે પણ ઠેકો ચાલું રાખી કાયદાનો ખુલ્લેઆમ ભંગ કરી રહ્યા છે, ચોક્કસ પણે કહી શકાય છે કે રાત્રે અને દિવસે આ ઠેકા વાળા છાપેલી કિંમત કરતાં વધું રૂપીયા પડાવી રહ્યાં છે.
@@ હડાદ અને દાંતા ખાતે કોણ છે માસ્ટર માઇન્ડ @@
જાંબુડી બોર્ડર પર ઍક પોલીસ કર્મી ગોસ્વામી હતો જે આ માર્ગ પર થી આવતાં લોકો પાસેથી વિદેશી દારૂ પકડી કેસ કર્યા વગર તોડ કરી જવા દેતો હતો અને ત્યારબાદ આ પોલીસકર્મી ચોકી પાછળ આવેલા બાવળ ના ઝાડ નીચે ખાડો ખોદી બોટલો સંતાડી દેતો હતો અને ત્યારબાદ બે ત્રણ દિવસ બાદ તેના મિત્ર ને ફૉન કરીને દારૂ લઈ જવા માટે કહેતો હતો હાલમાં આ પોલીસકર્મી ફરાર છે અને તે સસ્પેન્ડ થઈ શકે છે.
હડાદ ખાતે ચંદનસિંહ અને દાંતા ખાતે ગોસ્વામી આવી લાઈનો ચલાવી રહ્યો છે તેવી ચર્ચાએ જોર પકડયું છે ત્યારે રાજસ્થાન પોલીસની જેમ ગુજરાત ડીજીપી પણ આવા પોલીસકર્મી ને સસ્પેન્ડ કરી કાયદેસર કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. દાંતા નો ગોસ્વામી પોતાની જાતને મોટો ડોન સમજે છે અને તે વડગામ ખાતે પણ બે નંબર ના ધંધા માટે જાણીતો બન્યો હતો. બનાસકાંઠા જિલ્લાના પોલીસવડા આવા પોલીસકર્મી અને બોર્ડર પર આવતી જતી ગાડીઓની તપાસ કરે તો આખી બાબત બહાર આવી શકે છે.
@@ જાંબુડી ઠેકો અને અંબાજી આબુરોડ માર્ગ પર આવેલા ઠેકા પર ઉઘાડી લૂંટ @@
હાલમાં કોરોના કહેર મા રાજસ્થાન સરકાર દ્વારા સાંજે 5 વાગે દારૂના ઠેકા બંદ કરવાનો આદેશ કરાયો હોવા છતાં આ ઠેકા વાળા સાંજે 5 વાગે બાદ પણ દારૂની બોટલ ગ્રાહકો ને આપી રહ્યા છે અને છાપેલી કિંમત કરતાં વધું રૂપીયા પડાવી રહ્યાં છે, આજે 11 જૂન ના રોજ અંબાજી ના પત્રકાર દ્વારા સાંજે 7 વાગે બાદ ઠેકો ચાલું હોઈ તેનું સ્ટિંગ ઓપરેશન કરી સિરોહી એસપી ધર્મેન્દ્ર સિંહ યાદવ ને મોકલવામાં આવ્યું હતું.અંબાજીના પત્રકાર અમિત પટેલ દ્વારા કાયદેસર પૂરાવા મોકલવામાં આવ્યા છે