Breaking NewsLatest

અનોખી શ્રઘ્ધાંજલિ: કોરોનામાં અવસાન થયેલ પિતાની યાદમાં સંતાનોએ કિડની હોસ્પિટલમાં એમ્બ્યુલન્સનું કર્યું દાન

અમદાવાદ: અમદાવાદ સિવિલ મેડિસીટીની ઇન્સસ્ટિટ્યુટ્સ ઓફ કિડની ડીસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર (આઇ.કે.ડી.આર.સી.) માં એક પરિવારે એમ્બ્યુલન્સનું દાન કર્યું.
કિડની હોસ્પિટલની કોવિડ ડેઝીગ્નેટેડ હોસ્પિટલમાં સ્વજન સારવાર હેઠળ હતા. કોરોનાના કારણે તેઓ મૃત્યુ પામ્યા હતા.પરિવારજનોએ કિડની હોસ્પિટલની સારવાર પધ્ધતિ અને સેવા-શુશ્રુષા થી પ્રભાવિત થઇ જનઉપયોગી થવાના આશય સાથે આજે એક એમ્બ્યુલન્સ વાન દાન કરી હતી.

દિવંગત પિતા રણછોડભાઇ સોલંકીની સ્મૃતિમાં ત્રણ દીકરી અને એક દીકરાએ ભેગા થઇ કિડની હોસ્પિટલના જરૂરિયાતમંદ અને ગરીબ દર્દીઓને મદદરૂપ બનવાના શુભ આશય થી આ ઉમદુ કાર્ય હાથ ધર્યુ હતુ.

સ્વર્ગસ્થ રણછોડભાઈ સોલંકીની દીકરી જીગીશા અમીને પોતાના પિતાની સ્મૃતિઓને વાગોળતા જણાવ્યું કે, “મારા પિતા અનેક લોકો માટે પ્રેરણાદાયક હતા.તેઓએ જીવનપર્યત જનઉપયોગી લોકકલ્યાણના જ કાર્યો કર્યા હતા. પિતાને ગુમાવ્યા બાદ તેમના ઉમદા કાર્યોની સુવાસ પ્રસરતી રહે તે શુભ આશયથી આઈકેડીઆરસીમાં એમ્બ્યુલન્સ દાન કરવાનો નિર્ણય કર્યો છે.

રણછોડભાઇ અમદાવાદ સિવિલ મેડિસીટીની કિડની હોસ્પિટલની કોરોનાની સારવાર હેઠળ હતા. સારવાર દરમિયાન તેઓ દેવલોક પામ્યા હતા. રણછોડભાઇના ચારેય સંતાનોએ અને ખાસ કરીને કિડની ઇન્સ્ટીટ્યુટમાં જ છેલ્લા 22 વર્ષથી નર્સ તરીકે ફરજરત જીગીશાબેન અમીને તેમની જમાપૂંજી એકઠી કરીને એમ્બ્યુલન્સ ખરીદી હતી. આ એમ્બ્યુલન્સ આઇકેડીઆરસીમાં દાખલ થતા દર્દીઓને લાવવા લઇ જવા માટે મદદરૂપ થાય અને દર્દીઓને ત્વરીત સારવાર મળી રહે તે હેતુંથી દાન કરવાનો નિર્ણય લીધો હતો.

. સારી સ્થિતિમાં અન્યોની મદદ કરવાની પ્રવૃતિ રણછોડભાઈના બાળકોને પણ વારસામાં મળી છે. મૃતક રણછોડભાઈએ પોતાની સેવાનિવૃત્તિ પહેલા સંકુલની અંદર આવેલી યૂનિયન બેંક ઑફ ઈન્ડિયાની આઈકેડીઆરસી શાખામાં મેનેજર તરીકે પણ સેવા આપી હતી.

“મૃતકના પરિવરજનો તરફથી આ એક સુવિચારિત દાન છે. અમારા એમ્બ્યુલન્સની ક્ષમતામાં એક કોમ્પેક્ટ કદની એમ્બ્યુલંસને જોડવાથી દર્દીઓને હોસ્પિટલમાં લાવવા અને બીજી તરફ શહેરની સાંકડી ગલીઓ અને ગીચ વસ્તી ધરાવતા વિસ્તારો સુધી પહોંચવામાં મદદ મળશે.”તેમ આઈકેડીઆરસી-આઇટીએસના નિયામક ડૉ. વિનીત મિશ્રાએ જણાવ્યું. એક વધારાની એમ્બ્યુલન્સ સંસ્થાને વ્યસ્તતા ધરાવતા દિવસોમાં ગરીબ દર્દીઓ માટે સેવાઓની કામગીરીમાં પ્રાથમિકતા આપવામાં પણ મદદ કરશે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

બાર કાઉન્સિલની ચૂંટણીમાં લોકચાહના મેળવતા ઉમેદવાર નરેન્દ્ર માધુ જીતની રેસમાં અગ્રેસરનો સમર્થકોનો દાવો..

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી દર પાંચ વર્ષે યોજાય…

1 of 748

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *