શક્તિ ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલું છે આ સરહદ પરથી રાજસ્થાન થી ગુજરાત તરફ વિદેશી દારૂ અને બીજી કેટલીક ગેરકાયદેસર વસ્તુઓને આપ-લે કરતા લોકો ક્યારેક પોલીસના હાથે પકડાઈ જતા હોય છે આવો જ એક બનાવ અંબાજી ખાતે જોવા મળ્યો હતો.
આજે અંબાજી પોલીસનો સ્ટાફ છાપરી બોર્ડર પર ચેકીંગ મા હતો ત્યારે રાજસ્થાન તરફથી ઍકટ્રક જેનો નંબર આરજે 20 જીએ 2506 જેમા 2 લોકો સવાર હતા જેનું નામ 1..હરિન્દરસિંગ સુખવિંદર સિંગ જાટ, જડિયાલા ગુરૂ (પંજાબ)2.. હરદીપસિંગ મહેન્દ્રસિંગ શેખ (નીજારપુર) પંજાબ જેમની પાસે ટ્રક મા ચેક કરતા ખાલી સાઇડના ખાનાઓમાં કાળા કલરનું પ્લાસ્ટિક નું ઝભલું મળી આવતાં શંકાસ્પદ પોષ ડોડા નો પાવડર અને ભૂકી જેવો પદાર્થ જણાવતા 675 ગ્રામ કિંમત 2010 , મોબાઇલ ફોન 2 નંગ 7000થતા ટ્રક ની કિંમત 10 લાખ આમ કુલ 10 લાખ 9 હજાર નો મુદામાલ સાથે 2 લોકોની ઘરપકડ કરી કાયદેસરની કાયૅવાહી કરવામા આવી છે. અંબાજી પીઆઈ જે બી આચાર્ય અને તેમની ટીમ ની કામગીરી સારી રહી હતી.
રિપોર્ટ બાય પ્રહલાદ પુજારી અંબાજી