(અમિત પટેલ.અંબાજી)
અંબાજી ગુજરાત નું સૌથી મોટુ શકિતપીઠ છે, આં ધામ મા દૂર દૂર થી ભક્તો માતાજીનાં દર્શન કરવા આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે ત્યારે સૌથી વધુ ભક્તો બસ દ્વારા આવે છે આજે અંબાજી ડેપો ખાતે રઘુવીરસિંહ ચૌહાણ ડેપો મેનેજર તરીકે બીજી વાર આવતાં લોકોમાં ખુશી જોવા મળી હતી.
શ્રીરધુવીરસિહજી ચૌહાણ અંબાજી ડેપો ખાતે આજે હાજર થતાં તેમનું ભવ્ય સ્વાગત મજુર મહાજન તેમજ કર્મચારી મંડળ દ્વારા કરવામાં આવેલ. તેમા હોદેદારો રાજેન્દ્ર સિંહ, બીબીપંડયા,અનીષસિહ, ઇન્દ્ર સિંહ, અજીતસિંહ, અને નીતીન પંડ્યા હાજર રહ્યા હતા, અંબાજી એસટી ડેપો ખાતે આ અગાઉ પણ ડેપો મેનેજર તરીકે રઘુવીરસિંહ ચૌહાણ સેવા આપી ચૂક્યા છે.
@@ પિતા પણ ડેપો મેનેજર અને પૂત્ર પણ ડેપો મેનેજર, અંબાજીનું ગૌરવ @@
અંબાજી ખાતે વર્ષો પહેલાં ડેપો મેનેજર તરીકે પૂરણસિંહ ચૌહાણ આવ્યા હતા અને ત્યારબાદ તેમના પુત્ર રઘુવીરસિંહ ચૌહાણ અંબાજી ખાતે ડેપો મેનેજર તરીકે આવ્યા છે, અંબાજી ઇન્દિરા કોલોની ખાતે રહેતા સરળ સ્વભાવના રઘુવીરસિંહ ચૌહાણ અંબાજી અને રાજપુત ક્ષત્રિય સમાજ નુ ગૌરવ વધારેલ છે.