ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સૌપ્રથમ સંયુક્ત રાષ્ટ્રની સભામાં યોગ વિશે ચર્ચા કરી હતી. 21મી જૂનનો દિવસ એ ઉત્તરીય ગોળાર્ધમાં સૌથી લાબો દિવસ છે અને આ જ કારણે પ્રધાનમંત્રી મોદીએ 21મી જૂન ને વિશ્વ યોગ દિવસ મનાવવા માટે સૂચન કર્યું. ત્યારબાદ, આ બાબતે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ઠરાવ પસાર કરવામાં આવ્યો જેમાં દુનિયાના મોટા ભાગના દેશોએ સહમતિ દર્શાવી અને વર્ષ 2015 થી 21 મી જૂન એ વિશ્વ યોગ દિવસ તરીકે મનાવવાનું નક્કી થયું.
ત્યારે આજ રોજ ૨૧ મી જૂન નિમિતે વિશ્વ યોગ દિવસ ની ઉજ્વણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત આજે પાદરા પાસે સાધી સેજાકુવા રોડ પાસે આવેલા સ્વર્ગ હેલ્થ રિસોર્ટ માં વિશ્વ યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં ડો પરેશ ગાંધી દ્વારા યોગ શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું.જ જયારે આ પ્રસંગે ઉપસ્થિત લોકો એ ફ્યુટ વાદન સાથે યોગા કરી વિશ્વ યોગ દિવસ મનાવ્યો હતો.