(અમિત પટેલ.અંબાજી)
ગુજરાતનાં તમામ જિલ્લાઓની વાત કરવામાં આવે તો માલૂમ પડશે કે બનાસકાંઠા જિલ્લો સૌથી પછાત ગણાય છેઆ જિલ્લામા અનેક તાલુકાઓ અતી પછાત છે જેમા સૌથી પછાત તાલુકો દાંતા તાલુકો ગણાય છે અહિ વિવિધ પ્રાંત અધિકારી નોકરી કરીને ગયા પણ ડો. પ્રશાંત જીલોવા જેવા અઘિકારી ની છાપ સુશીલ અને શિસ્ત ની અલગ ઓળખ આપનાર અઘિકારી તરીકે પહેલેથી જોવા મળી હતી, આજે સોમવારે દાંતા પ્રાંત કચેરી ખાતે તેમનો વિદાય સમારંભ યોજાયો હતો અને ડો. પ્રશાંત જિલોવા ડીડીઓ તરીકે ભાવનગર સેવા આપશે.
દાંતા તાલુકામાં 21 મહીના સુધી સુંદર કામગીરી કરનારા ડો. પ્રશાંત જીલોવા કામ પ્રત્યે ખુબજ સજાગ હતા, પોતાની કચેરી માં આવતી ફાઈલ અને વિષયો ને સારી રીતે જાણતા હતા અને તેનો ઝડપી નિકાલ લાવતા હતા, તેમની કચેરી માં કામ વગર લોકો ને પ્રવેશ મળતો ન હતો, તેમની પાસે જે પણ અરજદાર જાય તો તેને શાંતિ થી સાંભળાતા હતા, આજે 21 મહીના સુધી ફરજ બજાવી પોતાની અલગ છાપ છોડી આ અઘિકારી હવે ભાવનગર જિલ્લામા ડીડીઓ ની સેવા આપશે, દાંતા તાલુકાના લોકો તેમને આજીવન યાદ કરશે, વી મિસ યું જીલોવા સર